________________
ભવ૬૫
માને કે કોઈ દુષ્ટ પુરૂષાએ તમને બેભાન બનાવી દીધા અને એક કૂવામાં નાખી દીધા. બે-ચાર કલાક પછી તમને ભાન આવ્યું. “અરે, હું' અહીં કૂવામાં કયાંથી ? મને અહીં કાણે પટકી દીધા !?? આ વિચાર આવે કે નહીં ? આ વિચારની સાથે બીજે વિચાર-“હવે મારે આ કૂવામાંથી કેવી રીતે બહાર નિકળવું ??? પણ આવે ને ?
તમારી દષ્ટિ કૂવામાં લટક્તા એક દોરડા પર પડે....કે તુરત કે આનંદ થાય ? તેમાં વળી તમે કૂવા ઉપર જોયું તે એક કરૂણાવંત પુરુષ તમને બહાર કાઢવા ઊભા છે! ત્યારે તે કેટલા બધા હર્ષ ? કૂવામાં પટકાઈ પડવાથી તમારું શરીર દુ:ખે છે. માથામાંથી લેાહી પણ ટપકી રહ્યું છે.... છતાં તમે તુરત દેરડું પકડીને ઉપર ચઢવાનો પ્રયત્ન કરવાના ને ? || શું સંસાર કૂવો છે, એવું ભાન થયું છે ? “ આ સંસારમાં... આ પાપમય સંસારમાં હું કેવી રીતે ફસાયા ? હવે મારે કેવી રીતે બહાર નિકળવું??? આ વિચાર આવે છે ? બહાર નિકળવા માટે બેબાકળા બની ગયા છે ? A | | જુઓ, આ સંસારકૂપમાંથી બહાર નિકળવા માટે
પરમકૃપાળુ પરમાત્માએ ધર્મસાધનાના દારડાં લટકાવેલાં છે. તેને પકડી લઈ ઉપર ચઢવાને પુરુષાર્થ કરે. કૂવા ઉપર પરમ કારૂણિક સાધુ પુરુષે તમને સહાય કરવા ઊભેલા છે. તેમને જોઇને કેટલા હષ થાય છે ?
પ્રશ્ન એ છે : સંસારના... ભવના કૂવામાંથી બહાર નિકળેવું છે ?
આત્મસંવેદન
Jain Education
national
FOR Private
Personal use only