________________
તારું શું ?, હું એક છું'...આ સંસારમાં મારૂ કેઈ નથી.....” આ ભાવનાથી તમારા હૃદયને વાસિત કરી દો. તમારી ભૌતિક સ્વાથની સિદ્ધિ મૈટે તમે જેને જેને તમારાં માન્યાં છે, તેમાં કોઈ જ તમારૂં નથી, એમ શ્રી જિનેશ્વર ભગવત કહી રહ્યા છે.
હે' એક છું ?? એનો અર્થ એ છે કે “ હું શુદ્ધ આત્મદ્રવ્ય છું ...કમની માયાજાળ મારી નથી.... શુભાશુભ કમેના ઉદયાને હું મારા નહિ માનું. મારું જે છે તે તો શુદ્ધ જ્ઞાન છે, તે મારૂ છે અને મારૂં જ રહેવાનું છે. એ કદી પણ મારાથી અળગું થવાનું નથી.”
- ખરેખર, આ સંસારમાં જીવ, જે પોતાના નથી તેમને પોતાના માનીમાનીને જ દુ:ખી થાય છે.... અને જે પોતે છે, જે પોતાનું છે, તેને ઓળખતા નથી, તેથી ભ્રમણામાં અટવાયા કરે છે.
તું સહુથી ભિન્ન ! તમારે આત્મહિત કરવું છે, તેમાં તમે બીજા સામું શા માટે જુઓ છો ?
- તમે એકલા જ જમ્યા છે, એકલા જ મૃત્યુ પામવાના છે. અન’ત ભવમાં તમે તમારા પુણ્ય-પાપને લઈને ભટકયા છા.... હવે એ પરિભ્રમણનો અંત તમારે જ લાવવાનો છે.
- બીજાના એટલે બધા વિચાર ન કરો કે આ મહાન માનવ જીવન એ.મ જ ચાલ્યું જાય, ધમ પુરુષાથની અણમોલ ઘડી ચાલી જાય ,
તમે તમારા આત્મા સામે તે જુઓ ! એ કેટલે દુઃખી છે? એ કેટલે મલીન છે ? એ કેટલે અશાંત છે? તમારે એનું દુ:ખ, મલીનતા, અશાંતિ દૂર કરવા માટે પુરુષાર્થ વિના વિલંબ કરવા જોઈએ. ]
તું સહુથી ભિન્ન છે... તું એક છે. તું તારા વિચાર કર. તાશ એંભાના વિચાર કર.
૩૦
આત્મસ વેદન
Jain Education Intematonal
For Private & Personal Use Only
www.jainelibrary.org