________________
સિંહ અને ઉંદર
પાંજરામાં તે બંને હોય છેઃ સિંહ અને ઉંદર. પરંતુ પાંજરામાં અને પાંજરા બહાર બંનેની વૃત્તિ અને પ્રવૃત્તિમાં ભેદ હોય છે.
પાંજરામાં રોટલીના ટુકડા જોઈને ઉંદર પાંજરામાં પેસવાનો વિચાર કરે છે અને પ્રવૃત્તિ કરે છે. પાંજરામાં પેઠા પછી જ્યાં સુધી એને ખાવા-પીવાનું મળે છે ત્યાં સુધી તેમાંથી નિકળવાનો પ્રયત્ન નથી કરતા.
જ્યારે, સિંહ પાંજરામાં ગમે તેવો શિકાર જુએ પણ પાંજરામાં પેસવાનો વિચાર કે પ્રવૃત્તિ નથી કરતે. છળકપટથી એ પુરાઈ જાય છે તે હર સેકંડ એ પાંજરામાંથી મુકત થવાના વિચાર અને પ્રવૃત્તિ કરે છે; અને લાગ મળતાં ભાગી છૂટે છે.
સંસાર પણ એક પાંજરુ છે ને ? પાંજરામાં વિવિધ પ્રકારની પાંચ ઇન્દ્રિયના વિષયે જોઇને તમને શું વિચાર આવે છે ? એ મેળવવા પાંજરામાં તમે વસે છે ? જ્યાં સુધી પાંજરામાં વિષયો રહે ત્યાં સુધી પાંજરામાંથી નિકળવાના વિચાર કે પ્રવૃત્તિ થાય છે? | તમે સંસારના પાંજરામાં પુરાયેલા ઉંદર છે કે સિંહ ? સંસારના પાંજરામાંથી છટકવાની વૃત્તિ અને પ્રવૃત્તિ જે હોય તે સિંહ !
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org