________________
ભવનું જંગલ
જગલમાં તમે ભૂલા પડયા. રખડી રખડીને થાકી ગયા. ત્યાં તમને એક ઘટાદાર વડલો દેખાય. તમે નજીક ગયા. ત્યાં વળી પાણીની પરબ અને સદાવ્રત દેખાયાં ! તમને આનંદ થયે, તમે ખાધું, પીધું અને વડલાની છાયામાં સુતા.
છતાં રાત પડે એ પહેલાં તમે તમારા ગામે પહોંચવાનું ભૂલે ખરા ? કાઈ બીજો મુસાફર આવીને તમને કહે, “ચાલો મારી સાથે તમારા ગામે જ મારે જવું છે ! તે વડલાની છાયા છોડીને, તડકે પણ ચાલે કે નહિ ? પાણીની પરબ અને સદાવ્રતને છોડી જતાં તમને દુઃખ થાય ખરું?
આપણે ભવનાં જંગલમાં ભૂલા પડયા છીએ. અનંત અનંતકાળથી રખડીને થાકી ગયા છીએ. ત્યાં આ મનુષ્ય જીવન એટલે વિશ્રામસ્થાન મળ્યું. ખાવાનું, પીવાનું અને સુવાનું !
મૃત્યુની રાત પડે એ પહેલાં આપણા ગામે-શિવનગરે પહોંચી જવાનું યાદ છે ને ? આપણું ગામ સિદ્ધશિલા છે ! તમારી પાસે એ ગામે જનાર કોઈ વિશ્વાસપાત્ર મુસાફરી આવીને તમને કહે-“ચાલે, વેળાસર તમને તમારા ગામે પહોંચાડી દઉં...” તે તમે તૈયાર થઈ જાઓ ને ?
પવિત્ર સાધુ પુરુષ શિવનગરીના ભોમિયા મુસાફરો છે. એમની સાથે જતાં, વિશ્રામસ્થાન છોડી જવાનું દુઃખ ન થાય ને ?
આત્મસ વેદન
Jalin Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org