________________
THE '' ,
પદ જીe
-
-
-
*
*
આ યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈન ધર્મના કો પ્રચાર પ્રસાર માટેના ઉપાયો અને કાર્યક્રમો .
– ડૉ. કલા શાહ (ડો. કલાબહેન મુંબઈ યુનિવર્સિટીના જૈનધર્મ અને ફીલોસોફી વિભાગ માટે નિયુક્ત ગાઈડ છે તેમના ધર્મ તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મ વિષયક ઘણાં પુસ્તકો પ્રગટ થયાં છે. જૈન ધર્મ વિષયક લેખો લખે છે.)
વર્તમાન યુગનો યુવાન ધર્માભિમુખ નથી એને ધર્મની ખેવના, ચિંતા કે ઝંખના નથી. આ વાત ૮૦ ટકા સાચી છે દસ-વીસ ટકા યુવાનો ઘર્માભિમુખ છે જેને ધર્મ પ્રત્યે, ગુરુ ભગવંતો પ્રત્યે અને વડીલો પ્રત્યે આદરભાવ અને ભક્તિભાવ છે.
છતાં દુઃખની વાત એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ગ્લોબલ સંસ્કૃતિની અસર નીચે યુવાન યુવતીઓ પાયમાલ થઈ રહ્યા છે.
આ પરિસ્થિતિ સર્જાવાનાં કારણોને તપાસીએ, પરિસ્થિતિનું પૃથક્કરણ કરીએ તો નીચેનાં કારણો આંખ સામે તરી આવે છે.
(૧) ગ્લોબલ (અમેરિકન) સંસ્કૃતિનો માનવજીવન પર બહુ મોટો પ્રભાવ - પરિગ્રહનું પર્યાવરણ, ભૌતિક સુખો પાછળની આંધળી દોટ, ટી.વી. સિનેમા, મોબાઈલ, કોમ્યુટર વગેરે.
(૨) ઘરની અંદરનું વાતાવરણ માતા - પિતા અને વડીલોનું વર્તન (૩) વર્તમાન શિક્ષણ પદ્ધતિ (૪) ધર્મગુરુઓ
ઉપરના મુદ્દાઓને વિસ્તારથી તપાસીએ તો જણાય છે કે વર્તમાન માનવજીવન પર છેલ્લા પંદર-વીસ વર્ષમાં ગ્લોબલ સંસ્કૃતિ અને ખાસ કરીને
જ્ઞાનધારા
૪
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org