________________
યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈન
ધર્મના પ્રચાર અને પ્રસાર માટેના ઉપાયો
(એમ.એ.પીએચ.ડી. સાહિત્યરત્ન, ગુજરાત સરકારની જુદી જુદી કૉલેજોમાં ૩૨ વર્ષ અધ્યાપક તરીક સેવાઓ આપી, ગુજરાત કૉલેજ, અમદાવાદથી ગુજરાતી વિભાગના અધ્યક્ષપદેથી નિવૃત્ત. સાહિત્ય, ધર્મ અને યુવાપ્રવૃત્તિમાં વિશેષ રુચિ. સર્જક ઝવેરચંદ મેધાણી પર પીએચ.ડી. કર્યું છે. જૈન આગમ સાહિત્યમાં પણ રુચિ. કોઈપણ ધર્મ કે સંપ્રદાયના સંત-સતીજીને ભાષા-તત્ત્વજ્ઞાન શીખવવામાં રુચિ. જૈન સંત-સતીજીને એમ.એ., પીએચ.ડી. ના અભ્યાસ માટે માર્ગદર્શન. વિશ્વધર્મનો તુલનાત્મક અભ્યાસ-અનેક સંપાદનો)
પ્રા. ડૉ. રસિક મહેતા
આજના વિશ્વનો આ પ્રશ્ન ખૂબ ચર્ચા માંગી લે છે. જગતમાં બધે જ યુવાશક્તિ માટે અનેક પ્રકારનાં મંતવ્યો મળે છે. પરંતુ આ મુદ્દાને અહીં તો માત્ર જૈન સમાજ પૂરતો જ સીમિત રાખીને ચર્ચા કરવાની છે તેથી વિશ્વફલક વિશેની વધુ વિગતોનો ઉલ્લેખ અત્ર અપ્રસ્તુત છે.
આપણે એવું સ્વીકારીને જ ચાલવાનું છે કે યુવાનો ધર્માભિમુખ થયા નથી? મારે તો આપ સહુનું એ હકીકત તરફ ધ્યાન દોરવાનું છે કે બધા જ ફિરકાના બધા જ સંત-સતીઓની જ્ઞાનશિબિરો અને ધર્મચર્ચામાં ઘણી જ મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉપસ્થિત રહે છે અને સંપૂર્ણ શિસ્તબદ્ધ રીતે શિબિરને માણે છે.
હકીકત તો એ છે કે આજના યુવાનોને માત્ર પરંપરા મુજબની ધર્મક્રિયામાં વિશેષ રસ નથી અને એ રસને જાગૃત કરવા માટે પણ વૈજ્ઞાનિક, આધારભૂત શ્રદ્ધેય વિગતે જોઇએ છીએ. આજની યુવાપેઢીને માત્ર
જ્ઞાનધારા
૫૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org