SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાનો અને ધર્મપ્રસાર (પ્રીતિબહેને ‘સમૂહમાધ્યમોના વિકાસ' વિષય પર સંશોધનાત્મક મહાનિબંધ લખ્યો છે. 'નવચેતન'ના તંત્રી છે. ઘણા ગ્રંથોના લેખક તથા સંપાદક છે.) આજથી પંદરેક વર્ષ પૂર્વે ભારતના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને બંધારણવિદ શ્રી નાની પાલખીવાલાએ કહ્યું હતું કે ૨૧મી સદી એ જૈન ધર્મની સદી બનશે. એ સમયે આતંકવાદના પ્રશ્ને વિશ્વ-પરિમાણ ધારણ કર્યું નહોતું અને અફઘાનિસ્તાન કે ઈરાકના સંહારની કોઈ કલ્પના નહોતી. માનવજાત હિંસાનો વિકલ્પ શોધવા માટે વલોપાત કરી મૂકશે એવી કોઈ ધારણા નહોતી. આજે હિંસાએ વ્યાપક સ્વરૂપ ધારણ કર્યું છે. માનવીના મનમાં, પત્ની અને સંતાનો સાથેના સંબંધમાં, સમાજ સાથેના વ્યવહારોમાં અને રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે કે ધર્મ-ધર્મ વચ્ચેના આદાન-પ્રદાનમાં હિંસા એટલી બધી વકરી ઊઠી છે કે જો આ જ ગતિએ માનવી હિંસા તરફ દોડતો રહેશે તો આઇનસ્ટાઈને કહ્યું હતું તેમ ચોથું વિશ્વયુદ્ધ થોડીક ઊગરી ગયેલી માનવજાત એકબીજાને પથ્થરો મારીને લડતું હશે. આ પરિસ્થિતિમાં જૈન ધર્મની અહિંસાનો પ્રચાર કે પ્રસાર એ જૈનધર્મને વ્યાપક સ્તરે ફેલાવવા માટે આવશ્યક છે એવું નથી બલ્કે માનવજાતને આ પૃથ્વીના ગ્રહ પર સુખચેનથી રોજી-રોટી ખાઈને જિંદગી વિતાવવી હોય તો તેને જરૂરી છે. આનો અર્થ એટલો કે જૈન સમાજને અનુલક્ષીને જ જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાની જરૂર નથી, બલ્કે જગતની સંહારક સમસ્યાઓના ઉકેલ માટે જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર આવશ્યક છે. આથી જૈન ધર્મના સિદ્ધાંતોનો વિશ્વ દૃષ્ટિએ જ્ઞાનધારા ૪૯ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International – ડૉ. પ્રીતિ શાહ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy