SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ફરી લે છે. યુવાન વયમાં જ કરોડો કમાઈ લે છે. એક કીક મારતા જ સ્કૂટર ઉપાડી દઈને હવામાં ઉડે છે. વડીલશાહી છોડી યુવાનોની આવી શક્તિઓને સ્વીકારી લઈએ તો બે કામ થશે, એક તો યુવાનોને નિંદવાની કુટેવમાંથી મુક્ત થઈશું ને તેથી આ શક્તિના વિશાળ ધોધને યોગ્ય માર્ગે ચીંધવા તરફ જ વડીલોનું ધ્યાન કેન્દ્રિત થશે. યુવાનોની શક્તિઓ વેડફાઈ ન જાય તે માટે જો તેમની શક્તિઓને સત્ય માર્ગ ચીંધીશું તો યુવાનવર્ગ સત્યમાર્ગને શરણે થઈ જશે. એટલું જ નહીં એ માર્ગે અકલ્પનીય પ્રગતિ કરશે અને પ્રભુ મહાવીર પરમાત્માના શાસનને અત્યંત પ્રભાવશાળી બનાવશે. પહેલો ઉપાય છે અદ્યતન ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ. જૈનધર્મના પ્રચાર ને પ્રસાર માટે આજે જે ટેક્નોલોજી વિકસી છે તે અત્યંત ઉપયોગી છે. જૈનદર્શનના આગમગ્રંથો, હસ્તપત્રો, શાસ્ત્રો વગેરેનાં સંરક્ષણ અને પ્રચાર-પ્રસાર માટે કૉમ્પ્યુટરનો ઉપયોગ અત્યંત આવશ્યક છે. આ કામ અમદાવાદમાં ઈન્ડોલોજી અને ગીતાર્થ ગંગા જેવી સંસ્થાઓ કરી રહી છે. વળી જૈન ધર્મના સિદ્ધાંતો વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવા માટે આજે ત્વરિત વાહનોનો ઉપયોગ પણ અવશ્ય કરવો જોઈએ. આમ તો સ્યાદવાદી જૈન ધર્મ એ વિશ્વધર્મ જ છે. આ ધર્મને સર્વજન લોકમાન્ય બનાવવા માટે કેમેરા, લાઈટનીંગ, સ્ક્રીન વગેરે વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. પ્રચારનો છેલ્લો ઉપાય એ છે કે જૈનધર્મનો પ્રચાર કરવા માટે જે અયોગ્ય માર્ગો સાંપ્રત સમયમાં ચાલી રહ્યા છે તેને અટકાવવા જોઈએ. જેમ કે જિનાગમોનો અધૂરો અભ્યાસ કરી ગમે તે સિદ્ધાંતો પ્રકાશિત કરવા, શાસ્ત્રનિષ્ઠ વિધિ વિધાનો, ક્રિયામાર્ગોનો અનાદર કરી પોતાને અનુકૂળ હોય તેવા ધર્મના નવા ચીલા પાડવા, સાધુના આચાર-વિચાર છોડી પરદેશગમન કરવું. આ બધાથી પ્રચાર નથી થતો દુરાચાર પોષાય છે. પ્રસાર નથી થતો અનાદર થાય છે. જ્ઞાનધારા Jain Education International ૪૮ For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy