SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટેના ઉપાયો-કાર્યક્રમો - છાયાબેન શાહ છાયાબેન પર્યુષણ (અમદાવાદના જૈનધર્મના અભ્યાસુ અવારનવાર જૈનસાહિત્ય સમારોહ અને વ્યાખ્યાનમાળામાં પ્રવચનો આપે છે. જૈનધર્મના વિષય પર પીએચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે. યુવાનોને ધર્માભિમુખ કરવાના શ્રેષ્ઠ ચાર ઉપાયો છે સૌથી પહેલો ઉપાય એ છે કે જે વ્યક્તિ કે વર્ગ (પછી તે સાધુસંસ્થા કે હોય કે શ્રાવકો હોય.) યુવાનોને ધર્માભિમુખ કરવા પ્રયત્ન કરવાનો છે તેમનું પોતાનું જીવન એક આદર્શ સયું હોવું જોઈએ. તેમના વિચારો અને આચારમાં સુસંગતતા જોઈશે. એક ધર્મનિષ્ઠ વ્યક્તિ તરીકે છાજે તેવું તેમનું જીવન પવિત્ર, પ્રલોભનોથી રહિત, અને શાંતચિત્ત હોવું જોઈએ. જે જોઈને જ વ્યક્તિ તેમના તરફ આકર્ષાય તેના ગુણોની સુગંધ જ એવી હોય કે પોતાના વિચારો બીજાને સમજાવવા માટે તેને શબ્દોનો ઉપયોગ જ ન કરવો પડે. ઇતિહાસ આની સાક્ષી પૂરે છે. અડધી પોતડી એક લાકડી અને સુકલકડા શરીરવાળા ગાંધીને એક હાકલ પણ નથી પાડવી પડીને હજારો યુવાનો એમનું જીવન જોઈને જ એમના વિચારોની પગદંડીએ ચાલી નીકળ્યા હતા. આ પુરવાર કરે છે કે યુવાનોને ધર્માભિમુખ કરવા હશે તો સૌ પ્રથમ આદર્શ જીવન જીવનાર વ્યક્તિ કે વર્ગને શોધવો પડશે. યુવાનોને ધર્માભિમુખ કરવાના બીજા ઉપાય વિષે વિચારીએ તો...... જૈન શાસન પાસે દ્વાદશાંગીનો વિશાળ અગાધ સમુદ્ર છે. આ જિનાગમો અક્ષરદેહથી તો વિરાટ છે પણ તેનાથી અનેકગણું તેનું સૂક્ષ્મ, વિશદ્ અને જ્ઞાનધારા ૪૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy