________________
યુવાનોને ભયપ્રેરિત નહિ પ્રેમસભર ધર્મમાં રસ છે. વર્ષ ૨૦૦૫માં ભગવત ગીતા' વિશેની એક વિશ્વભરની વક્નત્વ સ્પર્ધામાં દેશવિદેશમાંથી ચૌદ લાખ જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. કારણ કે એમની પાસે બાલ સંસ્કાર કેન્દ્ર અને યુવાસંસ્કાર કેન્દ્રનું સંગઠન છે. નેટવર્ક છે.
કીડી ઉપર આખો લાડવો ન નાખી શકાય, તેમ યુવાનોના પ્રશ્નો સમજવાની જરૂર છે. યુવાનોને રસ લેતા કરવાની વધુ જરૂર છે. એમને જ પ્રશ્નોત્તરી દ્વારા પૂછવું જોઈએ કે એમના મનમાં શું છે, તેઓ શું ઇચ્છે છે, કઈ વાતે પૂર્વગ્રહ છે, કઈ બાબત એમની નજરે કાળગ્રસ્ત છે ?
યુવાનોને ધર્માભિમુખ કરવા એમની જ ભાષા, એમનાં સાધનો, એમના સાથસહકારથી કામ સરળ થશે. ખરેખર તો મેનેજમેન્ટ નિષણાતોની, મનોવૈજ્ઞાનિકોની સલાહ લઈ આ પ્રોજેક્ટ પર કામ કરવા જેવું છે. વ્યાપારમાં ગ્રાહક એ રાજા છે. એની જરૂરિયાત સમજવામાં આવે છે તેમ યુવાનોને ધર્માભિમુખ કરવા નવા ઉપાયો, નવી થિયરી અજમાવવી જોઈએ. આપણે વાસ્તવાભિમુખ થઈશું તો કામ થશે. એકડો લખવા પાટી કોરી કરીએ અને સરળમાં સરળ ઉપાયથી શુભારંભ કરીએ.
શાનદાર
૪૫)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org