SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ મેનેજરની જીવનલક્ષી વાત યુવાનોને જરૂર આકર્ષશે. તેઓ પોતાના જ્ઞાનના વિષય સાથે જેન સિદ્ધાંતોને કેવો આંતરસંબંધ છે તે વધુ વિસ્તૃત રીતે સમજાવી આપશે. કોણ બોલે છે, કેવી રીતે બોલે છે. કયા અનુભવને આધારે બોલે છે, કઈ ભાષામાં રજૂઆત કરે છે એનો ઘણો જ પ્રભાવ પડે છે. સાચો ઊહાપોહ કરવા એમને ધર્મસભામાં આમંત્રવાની જરૂર છે. જૈનધર્મના સિદ્ધાંતો એટલા જીવનલક્ષી અને સર્વકાળ માટે પ્રસ્તુત છે કે એ કદી જરીપુરાણા થતા જ નથી. પર્યાવરણ, મનોવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, જીવવિજ્ઞાન, મેનેજમેન્ટ જેવા અન્ય શાસ્ત્રો સાથે જેનધર્મના સિદ્ધાંતોની સરખામણી કરી યુવા વર્ગ સામે મૂકીએ તો એમને ધર્મ પરાઈ વસ્તુ ન લાગે પણ આજના જીવાતા જીવન સાથે સંબદ્ધ લાગે. આમ જૈનધર્મી પાસે જેનધર્મ વિશે ઘણી ગેરસમજો છે, પૂર્વગ્રહો છે. બીજા પંથો તરફ આકર્ષાતા જેનોને આપણે કંઈક યોગ્ય નથી આપી શકતા એ પણ ઘણાં કારણોમાંનું એક કારણ છે. યુવાનો વિધિ નિષેધોમાં તરત નહિ માને. એની બુદ્ધિને સ્પર્શે તે પ્રથમ આપવાની જરૂર છે. સરળતા પ્રથમ, ગહનતા પછી એ ક્રમ જરૂરી છે. - બાળકો અને યુવાનોની મૂંઝવણો, માગણીઓ, આવશ્યકતાઓ સમજીને આપીશું તો યુવાવર્ગને સાચા ઘર્મથી વિમુખ થતો થોડે અંશે રોકી શકીશું. આજની પેઢીના પ્રશ્નો જુદા છે. એમનું વાતાવરણ, મિત્રો, શિક્ષણ, ટી.વી., ફિલ્મો, કમ્યુટર વગેરેની અસર બધું જ વિચાર માગી લે એવું છે. એમની ભણતરની ભાષા મોટે ભાગે અંગ્રેજી થતી જાય છે એટલે હવે અંગ્રેજી ભાષામાં ધાર્મિક સાહિત્ય ઉતારવું જરૂરી છે. આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે યુવાનોને ધર્માભિમુખ કરવામાં આપણે ક્યાં પાછા પડ્યા છીએ? સૌ પ્રથમ ધર્મ પ્રત્યેની આપણી પોતાની લગની કેવી છે? આપણા ઘરનું વાતાવરણ કેવું છે? ઘર અને માતા એ જ પ્રથમ અને પરમ સાધન છે આ સમસ્યાના ઉકેલનો. આપણે આપણા જાહેર કાર્યોમાં યુવાનોને ક્યાં અને કેટલી હદે જોતરીએ છીએ? ધાર્મિક કાર્યોના ભાગ રૂપે સેવા કાર્યમાં યુવાનોને સામેલ કરીએ અને પછી હળવે હળવે ધર્મમાર્ગ ચીંધી શકાય. જ્ઞાનધારા ४४ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy