________________
પ્રશ્નોત્તરીથી સમજી શકાય. પ્રશ્ન પૂછવા પાછળ જિજ્ઞાસા, વિનય અને જ્ઞાન પામવાની તાલાવેલી હોવી જોઈએ.
આજનો યુગ માર્કેટિંગનો છે. આપણે વ્યવહારમાં, વેપારમાં માર્કેટિંગ ઘણી સારી જાણીએ છીએ. પણ જૈન ધર્મના જ્ઞાનની માર્કેટિંગમાં કાચા દેખાઈએ છીએ. માર્કેટીંગનો પાયાનો સિદ્ધાંત છે “બોલે તેના બોર વેચાય.” આપણે આપણી નવી પેઢીને બોર નથી વેચી શકતા. ધર્મની ઉમદા વાતોથી પરિચિત નથી કરાવી શકતા. તે કરવા માટે પ્રથમ તો “જૈન ધર્મની બાળપોથી' તદ્દન સરળ, સાદી, સુંદર પુસ્તિકા જોઈએ અને તે બધા જેનો સુધી પહોંચવી જોઈએ. ખ્રિસ્તીઓના ઘરે ઘરે બાઈબલ હશે. મુસ્લિમો પાસે કુરાન હશે. જેનધર્મનો કયો ગ્રંથ હોય છે? કયો ગ્રંથ રોજ શ્રાવકો વાંચે છે? વાંચે છે તો સમજાય છે? આ સમજાય એવું લખાય તે સાચું માર્કેટીંગ. ગ્રાહકની જરૂરિયાત સમજવી જોઈએ.
શ્રાવકને સમજાય એવું જોઈએ. એ આચરી શકે એવી વાતો ઇચ્છે છે. યુવાનોની મનની પાટી પર પાયાના સિદ્ધાંતોનો એકડો લખાવો જોઈએ.
જેનધર્મનું સસ્તું, સરળ, સાંપ્રદાયિકતા વગરનું પુસ્તક beginer માટે સર્વત્ર ઉપલબ્ધ હોવું જોઈએ. તે અંગ્રેજીમાં તો જોઈએ જ. અન્ય ભાષાઓમાં પણ જોઈએ. લાખો નકલ ઓછી પડે એવું જોઈએ.
આપણે જૈન વિદ્વાનો પાસેથી ઊંડા જ્ઞાનની વાતો ભલે સાંભળીએ. પણ રોજબરોજના પ્રશ્નોના ઉકેલ તેઓ પોતાના જ્ઞાનમાંથી જરૂર આપી શકે.
એવું લાગે છે, કદાચ દૃષ્ટિભ્રમ પણ હોય કે, આપણે જેને ધર્મને ક્રિયા માર્ગી, સંપ્રદાયપ્રધાન અને ઈશ્વરવાદી બનાવી રહ્યા છીએ. વિધિવિધાનો અને અનુષ્ઠાનોમાં ઇતિશ્રી માનીએ મનાવીએ છીએ.
મેદનીનો નશો ચડ્યો છે. જથ્થાપ્રેમી બની ગયા છીએ. વિચારશીલ, ભણેલા યુવાવર્ગને ન સમજાય એવું આચરણ કરીએ છીએ. શાસ્ત્રસિદ્ધાંત વિરુદ્ધનું વર્તન કરીએ છીએ.
પર્યાવરણવિદ, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, મનોવિજ્ઞાની, કાયદાવિદ, સર્જન ડૉક્ટર વગેરે પોતપોતાના ક્ષેત્રના નિવડેલા જૈનોનો આપણે જેને ધર્મ વિશે મત કેમ નથી લેતા? એક મોટા ઉદ્યોગપતિ, એક મોટા અમલદાર,
જ્ઞાનધારા
૪૩
| જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org