________________
ચંદનાજી છે. પછી કોઈ કોઈની નિંદા કરી રાગ-દ્વેષ નહીં વધારે. સાધુ
સાધ્વીમાં એકતા વધશે.
(૩) ધર્મ, સેવા થકી જ આગળ વધ્યો છે. જેવી રીતે મધર-ટેરેસા જૈન સમાજમાં મધર-ટેરેસાની કમી છે ? હજારો થઈ શકે. આપણી સંપત્તિ દેરાસર, પ્રભાવના ઉપાશ્રય પાછળ જેટલી ખર્ચાય છે તેટલી લોક - સેવા માટે નહીં. માટે જૈન સ્કૂલ જૈન વિદ્યાલય, જૈન-હોસ્ટેલ, જૈન નિઃશુલ્ક દવાખાના ખોલવાની અત્યંત જરૂર છે. જેમાં પ્રાર્થના નવકાર-મંત્રથી આરંભ થાય. જૈન-ધર્મનો એક પીરિયડ રહે. શાકાહારીને જ પ્રવેશ દેવાય. આનાથી જૈન-ધર્મ ખીલશે. આવો પ્રયાસ મુંબઈમાં દેરાવાસી સંતે દરેક સંપ્રદાયોને એકત્ર કરીને પ્રસ્તાવ રાખેલ છે.
(૪) જૈનશાળા, યુવા-શિબિર, મહિલા-શિબિર તથા સ્વાધ્યાયી તૈયાર કરવા અનિવાર્ય છે.
(૫) જૈન-ધર્મની મુખ્ય ઓળખ અહિંસા તથા શાકાહાર છે. ગૌહત્યા કાનૂની બંધ હોવા છતાં ઉલ્લંઘન કરી હત્યા થાય છે. કતલખાનાં અવિરત ચાલુ છે. કતલખાના બંધ કરાવવા મત્સ્ય ઉદ્યોગ, ગૌહત્યા બંદ કરાવવા જૈનોએ એક થઈ આગળ આવવું પડશે.
આ બધું ત્યારે જ બને જ્યારે જૈન સમાજના દરેક સંપ્રદાય સંગઠિત બને.
સંગઠન માટે બધાની સંયુક્ત મિટિંગ કરી દર મહિને પ્રમુખ અગ્રણીઓ મળી વિચાર-વિમર્શ કરો. એકબીજામાં દીકરી પરણાવે.
રાજનૈતિક પરિસ્થિતિમાં વોટીંગ પાવર મારી સરકાર આપણી ખુશામદ કરે સાથે જૈન સમાજ પોતાની ડીમાન્ડ રાખે જે ગૌહત્યા બંધ કરાવશે, કતલખાના બંધ કરાવશે તેને જ જેનો વોટ આપશે. ફતવો બહાર પાડે.
રાજનીતિ, સંસદમાં જૈનોની સંખ્યા નગણ્ય છે. માટે રાજનીતિમાં આવવું તથા જૈનોનું પ્રતિનિધિત્વ કરવું આવશ્યક છે. ભલે સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર કોઈ પણ આવે. પરંતુ જૈનોની સંખ્યા વધવી જોઇએ તો
જ્ઞાનધારા
૩૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org