SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ જ અહિંસા વધશે. ' સંવાદિતા માટે એકબીજાના વ્યાખ્યાન તથા પ્રોગ્રામમાં જવું જરૂરી છે. સ્થાનકવાસી દેરાસરમાં જાય છે. ફળો પણ આપે છે, પરંતુ દેરાવાસી એટલો પ્રતિભાવ નથી માપતા. માટે બન્નેએ એક બીજાના ઉપાશ્રય, દેરાસર, વ્યાખ્યાનમાં જવું જોઇએ. સાધુ સાધ્વીઓએ બધાંને ત્યાં ગૌચરીએ જવું જોઇએ. પ્રોગ્રામ, વાતચીતનો દોર રહેવો જોઇએ. બધાએ સંગઠનનો પ્રયાસ કરવો. મુખ્ય વાત ઃ જેનોએ એક થઈને માંસાહારી હોટલનો સદંતર ત્યાગ કરવો જોશે. જ્યાં બન્ને મિક્સ છે, ત્યાં એકબીજાની મિલાવટ થાય જ છે, તે પર ગુણવંતભાઈનો લેખ આવી ગયેલ છે. અનુમોદનનું પણ પાપ લાગે જ છે. માટે આવી હોટલો કે ફાઈવસ્ટારમાં જૈન પાર્ટી કે ઉત્સવ રાખી જ કેમ શકે? શું તમારા રસોડામાં માંસાહાર બનાવવા દેશો? આજે સંભળાય છે કે જેન’યુવાવર્ગ માંસાહાર તરફ અમુક સંખ્યામાં વળી ગયો છે. હોટલવાળા કહે છે કે વૈષ્ણવ, બ્રાહ્મણ તથા જૈન છોકરાઓ જ અમારી હોટલમાં વધારે આવે છે. ત્યારે આપણી બોલતી બંધ થઈ જાય છે. આ જૈન સમાજના કલંકને દૂર કરવા યુવાવર્ગને ધર્મ તરફ શિબિર દ્વારા, સાધુ સંત દ્વારા તથા કાર્યકારિણીના સદસ્યો દ્વારા પાછા લાવવા બહુ જ જરૂરી છે. નહીંતર જૈનોની સંખ્યા વધવાના બદલે ઘટતી જશે. ઘેર ઘેર પ્રાર્થના થવી જોઇએ. એકતા-સંતો તથા શ્રાવકો બન્નેમાં થવી જોઇએ. આના માટે શ્રાવકોને ધર્મનું શાસ્ત્રોનું જ્ઞાન હોવું જરૂરી છે. પંચમ આરામાં તીર્થંકરની ગેરહાજરીમાં આપણી પાસે મહાવીરના શાસ્ત્રો જ અમૂલ્ય સંપત્તિ છે. પરંતુ આજે કેટલા શ્રાવકોને શાસ્ત્રનું જ્ઞાન છે? દશવૈકાલિક સંતો માટે છે, તો ઉપાસક શ્રાવકો માટે પણ છે. પરંતુ આજે શ્રાવકોને ૩૨ મું આવશ્યક સૂત્ર સામાયિક-પ્રતિક્રમણ પણ નથી આવડતા. કેટલા એવા પણ યુવક-યુવતી હશે જેને નવકાર પણ નહીં આવડતા હોય. પછી “અમ્માપિયાનો રોલ - જ્ઞાનધારા ૩૨ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy