SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ તે બે રીતે શક્ય બની શકે છે. એક તો આપણી સામે રહેલા વિધર્મી પડકારો કે રાજકીય ભયસ્થાનો કે પછી સામાજિક સમસ્યાઓ છે તેને દૂર કરવાના પ્રયાસ રૂપે ધ્યેય બનાવાય. બીજી દૃષ્ટિએ આપણી સામે રહેલી શ્રેષ્ઠ તકોને વધાવી લઈને ધાર્મિક કે સામાજિક રીતે આગળ આવી શકીએ તે છે. આપણી શક્તિઓનો ઉપયોગ કરીને આપણે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, નૈતિક અને ધાર્મિક આમ પાંચ પ્રકારે આગળ વધવા સુસંગઠિત થઈ આપણી ક્ષમતાઓનો ઉપયોગ કરીને ઉન્નત સમાજનિર્માણ કરી શકીએ છીએ. એક સર્વે અનુસાર માત્ર મુંબઈમાં જ જૈનો પોતાના છોકરાઓને કોન્વેટ સ્કૂલો વગેરેમાં ભણાવવા માટે વર્ષે દહાડે અંદાજે રૂપિયા ૨,૦૦૦ કરોડ (બે હજાર કરોડ)નો ખર્ચ કરે છે. એમાં બહુ મોટો ભાગ ક્રિશ્ચિયન સ્કૂલોના ફાળે જાય છે પૂરા દેશના શહેરોનો આંકડો તો આકાશને આંબી જાય તેવો હશે. આપણા જ રૂપિયે આપણાં બાળકોને આપણા ધર્મથી યુક્તિ-પ્રયુક્તિઓ પૂર્વક ધર્મભ્રષ્ટ કરતા હોય છે. તેઓની એજ્યુકેશન બાબતે મિશન એકતા સર્વવિદિત છે. વળી આપણી નવીપેઢીને પાશ્ચાત્ય સંસ્કારો ગળથૂથીની જેમ પીવડાવી દે છે તે નફામાં. પછી તો આપણી નવીપેઢી નામ માત્રથી જ જૈન રહી જાય છે. જે આપણી સંસ્કૃતિ અને ધર્મ માટે કુઠારાઘાત સર્જે છે. આપણા પૂર્વજો અને ધર્મ પ્રત્યે સુગ અથવા અણગમો પેદા કરી અને પાશ્ચાત્યો માટે બહુમાનભાવ ધરાવતો થાય છે. પરિણામે ધાર્મિક, સામાજિક અધઃપતન દ્વારા પોતાની અમૂલ્ય શક્તિઓનો દુર્વ્યય કરી નાખે છે. પોતાના જ કુટુંબ, પરિવાર માટે તે અસમંજસ્ય પેદા કરે છે. પરંપરાએ આપણા જ મહાન ધાર્મિક કે સામાજિક માળખાને પારાવાર નુકશાન શરૂ થાય છે. ક્રિશ્ચિયાનિટીના કુસંસ્કારોના કારણે આપણી યુવા પેઢી આજે નૈતિક રીતે નબળી પડી છે તેનો પુનરુદ્ધાર સંગઠિત સમાજ દ્વારા જ શક્ય છે. તેને રોકવા આપણે શિક્ષણ જેવા પાયાનાં કાર્યોને આવા ધ્યેય સાથે જોડી દેવા જોઇએ. જ્ઞાનધારા Jain Education International - ૧૯ For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy