SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામીનારાયણ જેવા અપેક્ષાએ આધુનિક સંપ્રદાયો પણ સંગઠિત થઈને સંસારભરના લોકોને પ્રેરિત કરી રહ્યા છે. તેમ જૈન સંઘે પણ પહેલ કરી લેવી જોઇએ. આપણો ઇતિહાસ જોતાં જણાશે કે સામાન્યપણે આપણે આમ કરતા રહ્યાં છીએ. વિશ્વના અન્ય ધર્મોમાં જૈન ધર્મનું જેમ ઉત્તમ સ્થાન છે તેમ તે વૈજ્ઞાનિક તથ્યોથી પણ સુસજ્જ છે જ. જરુરત છે એને સંગઠિત કરીને એકરૂપ કરવાનું. આ કાર્ય અઘરું ગણી શકાય પણ પ્રબુદ્ધ અને વિચારવંત એવા આ સમાજ માટે અશક્ય તો નથી જ. એક રીતે વિચાર કરતા જણાય છે કે જૈનધર્મસંઘના ચારેય ફિરકાઓ પોત- પોતાનું લેબલ ભૂલીને એક થઈ જાય તે ઈચ્છનીય છે પણ નજીકના કાળમાં એ શક્ય બની જાય તેમ નથી. છતાં પણ પ્રેમભાવ અને આત્મીયતા વધારીને તો આ દિશા તરફ ચોક્કસ પ્રયત્ન કરી જ શકાય છે. મતભેદો અને સંપ્રદાયભેદો પોતાના સ્થાને હોય તે હજુ બરાબર છે પણ બાહ્ય જગતમાં તો એકમત હોઈએ તે જ હિતકર બને છે આ કાર્ય ખરેખર આજના યુગમાં કરવા જેવું છે. તેના માટે સર્વ પ્રથમ બાધક તત્ત્વોને થોભાવી દેવા અત્યન્ત જરૂરી છે. આપણી ફરજ પણ એટલી જ બની જાય છે કે આપણે અંદરો અંદર એક બીજાને ખરાબ દેખાડવાની કે હલકા ચિતરવાની કે પછી તોડી પાડવાની કોશિશ ન કરીએ. શક્ય હોય ત્યાં સહયોગી બનીએ. કોઈપણ સંઘ કે સમુદાયને પ્રભાવી રીતે આગળ આવવા માટે સામૂહિક અને સર્વસમ્મત ઊંચું ધ્યેય, વ્યાપક દૃષ્ટિ તથા એકસમાનતાની ઓળખાણ ઊભી કરવી જોઇએ. દરેક સંપ્રદાયને પોતપોતાના ધ્યેયો તો હોય પણ એક ઊંચા ધ્યેયને લઈને એક જ પ્લેટફોર્મ પર આવવું અશક્ય નથી. તે પણ તુલનાત્મક રૂપે વર્તમાન વાસ્તવિકતાઓને સ્પર્શ કરતું હોય અને લોકહૃદયને અપિલ કરતું હોય તેવું વ્યાપક અને સહુ માટે લાભદાયક તથા અપરિહાર્ય ધ્યેય પસંદ કરી શકાય. સંગઠન આજના પરિપ્રેક્ષ્યમાં આગળ આવવા અત્યન્ત જરૂરી મનાય છે. જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Jain Education International ૧૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy