SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આના માટે સર્વ પ્રથમ જૈન સ્કૂલો ઊભી કરીને જેમાં ઉચ્ચશિક્ષણની સાથે જૈનધર્મના પાયાના સિદ્ધાન્તોને સંકલિત કરી નવી પેઢીને સુસંસ્કારી બનાવી શકાય તો જૈન સમાજના પૈસે જેનોને જ બરબાદ કરતી કોન્ટેટ સ્કૂલોના શિક્ષણથી આપણી ભાવિ પેઢીને બચાવી શકાય. આ કાર્ય માટે પણ સમજીને ભેગા થઈ શકાય એમ છે. આવું ઉમદા કાર્ય જૈન યુવક મહાસંઘ દ્વારા અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોમાં છેલ્લા બે વરસથી ચાલુ થયું છે તે ઘણું જ આવકારદાયક છે. સંગઠિત અને સંવાદિત ધ્યેય સાથે તાલ મિલાવવાથી વિશ્વ સમક્ષ એક આભા સાથેનું વજન પડે છે તેનો તાજેતરનો દાખલો છે. આ વર્ષે જ યુરોપમાં થયેલ વિશ્વધર્મ સંમેલન. તેની પ્રાર્થના સભામાં કઇ પ્રાર્થના બોલવી તે અંગે વિચારણા થઈ હતી. બધા ધર્મોના લોકો સામેલ થયેલા પરન્તુ તેઓ પરસ્પર મતભેદવાળા હોઈ તેમનું મંતવ્ય નકારીને એકમતે પોતાની રજુઆત કરનાર જેનોની પ્રાર્થનાને સર્વમાન્ય કરી, તે જ પ્રાર્થના પૂરા સંમેલનમાં બોલવા માટે નક્કી થયું હતું. શું આ એક જ દાખલો આપણને આત્મમંથન કરવા પૂરતો નથી? સંગઠિત સમાજ વ્યવસ્થા થકી આપણે ભૂતકાળમાં કેવા મજબૂત હતા તે તો આપણો ભવ્ય ભૂતકાળ વાગોળીએ તો ડગલે ને પગલે આપણને તેની મૂળભૂત પાયાની વાતો સહેજે જાણવા મળી શકે છે. એજ જેન સંઘની સંવાદિત એકતાના કારણે સમ્રાટ અકબર જૈન ધર્મથી કલ્પનાતીત રીતે પ્રભાવિત થયો હતો. જૈન સંઘને પણ તેના કારણે ઘણો જ ઉમદા લાભ થયો હતો. એટલું જ નહિ પણ સમગ્ર હિન્દુઓને પણ એ જૈનાચાર્ય મુંડકાવેરાથી બોજમુક્ત કરાવી શક્યા હતા. જેનોના સંગઠિત એક અવાજથી જે પરિણામો આવી શકે તેની કલ્પના કરીએ તો પણ આપણને ઉત્સાહિત કરી દે એવી સંભાવનાઓ રહેલી છે. એક વિચારણીય પ્રશ્ન છે કે અત્યાર સુધીમાં ઈન્કમટેક્ષની કે કોઇપણ રેડ પડે છે તેનો રેકોર્ડ સાંભળીએ તો ખબર પડ્યા વિના નહીં રહે કે સૌથી (જ્ઞાનધારા. (૨૦) જનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy