SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આમ કરવાથી દરેક ગામ-શહેર જિલ્લા મથક સાથે સંપર્કમાં હશે. દરેક જિલ્લો રાજ્યકક્ષાએ સંપર્કમાં રહેશે. દરેક રાજ્ય પોતાના વિભાગમાં સંપર્કમાં રહેશે અને દરેક વિભાગ વડામથક સાથે સંપર્કમાં રહેશે. આ દેશની કક્ષાએ સ્થપાયેલા મંડળ દ્વારા બીજા ફીરકાઓ સાથે સંપર્કમાં રહીને ધાર્મિક બાબતોમાં એક વાક્યતા આવે તે માટે સહકાર આપે. આ દેશની કક્ષાના મંડળ દ્વારા રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારો સાથે વિચાર વિનિમય કરીને ધર્મના આદર્શોનો અમલ થાય. દા.ત. (૧) કતલખાનાની સંખ્યામાં કોઈપણ વધારો નહીં. પંચવર્ષીય યોજનાનો અભ્યાસ. (૨) મત્સ્ય ઉદ્યોગની મર્યાદા (૩) રેશમના ઉદ્યોગમાં પણ શક્ય મર્યાદા. આ મંડળ આંતર રાષ્ટ્રીય ધાર્મિક સંમેલનોમાં પોતાની હાજરી અને ભાગ લે. આ મહામંડળ બીજા ફિરકાઓ સાથે સંપર્કમાં રહીને જેનોએ લઘુમતીમાં પોતાને ગણાવવા કે કેમ ? જેવા રાજકારણના પ્રશ્નોમાં યોગદાન આપે. આ સામાન્ય રૂપરેખા આપી છે. આ કાર્ય મુશ્કેલ જરૂર છે પણ અસંભવ નથી કે અશક્ય નથી. આ માટે બીજા સમાન વિચારસરણી ધરાવતા વરિષ્ટ અને અનુભવી વ્યક્તિઓ સાથે બેસીને વિગતવાર ચર્ચા કરી શકાય છે. આપણા સમાજમાં આવા દીર્ધદષ્ટિવાળા મહાનુભાવોની ખોટ નથી. સેવાભાવ એ જેનોના ગુણ છે તેથી કાર્ય ચોક્કસ સરળ અને સફળ થાય જ. અસ્તુ. કાનધારા) જ્ઞાનધારા (૬) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) જનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy