________________
બૌદ્ધ લોકોએ આ કામ કર્યું. એમણે પોતાના ધર્મગ્રંથો ટ્રાન્સલેટ કરતાં પહેલાં પરિભાષાનો કોષ આપી દીધો.
તમારે જે પરિભાષા જોઈએ તે તેમાંથી મળે.
સમ્યક્દર્શન એટલે શું? તો તરત જ પરિભાષાના કોષમાં મળી જાય અને એક નિશ્ચિત પરિભાષા થઈ જાય. આપણી પાસે આવો કોઈ પરિભાષાનો વિસ્તૃત કોષ નથી. જે કાંઈ છે તે થોડાક સારા પ્રયોગો છે, પણ authentic તમે સ્વીકારી શકો એવો કોઈ કોષ આપણે તૈયાર કર્યો નથી. એટલે શું થાય?
જૈન સાધુની જગ્યાએ તમે Jain Priest જ લખો. હવે ક્યાં Priest અને કયાં સાધુ?
ક્યાં Nun અને કયાં સાધ્વી?
રૂઢિચુસ્તતા ભલે કરી પણ, આપણે હવે યુવાનો માટે યુવાનોની ભાષામાં વાત કરવી છે.
રૂઢિચુસ્ત થવું સારું છે. પણ એમાથી ધર્મના કાંટા પાછા ફરે છે તેનો વિચાર કરજો. આ રૂઢિચુસ્તતાને કારણે આજે જેનો કયાં છે. તેનો વિચાર કરજો.
હું અને તમે મળીએ જય જયકાર કરીએ. પણ કયારેક સમેતશિખરની બાજુમાં રહેલી સરાગ જાતિ જુઓ! આદિવાસી થઈ ગયા આપણા એ
શ્રાવકો!
કયારેક દક્ષિણ ભારતમાં જાઓ. જ્યાં જેનોનું સામ્રાજ્ય હતું. જેનોનું મહારાજ્ય હતું ત્યાં આજે માત્ર અવશેષો છે, મૂર્તિઓ છે પણ માણસો નથી. કેમ આવું થયું?
વાસ્તવિકતાની ધરા પર આવો. આપણે વાતવને છોડી દીધું માટે જ, જે ખરેખર તાત્કાલિક કામ કરવાની જરૂર છે, તે આ યુવા પેઢીને પાછા લાવવાની છે.
સાન ફ્રાન્સિસકોમાં એક સાથે ૬૦૦ યુવાનોએ નક્કી કર્યું કે આજથી નથી અમે સ્થાનકવાસી કે નથી અમે દેરાવાસી કે નથી દિગંબર અમે છીએ
જ્ઞાનધારા
(૨૧૧)
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org