SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ લેસ્ટરમાં એક જ્યોતિષ મળ્યા. મારું નામ સાંભળી એમનો ચહેરો પડી ગયો. વેદનાગ્રસ્ત થઈ ગયો. મને થયું મારું આટલું સરસ નામ છે. મારા ફૈબા પણ ગૌરવ લે છે અને આને શું થયું? મેં કહ્યું, શું થયું? કહે, બહુ ખોટું થયું! બરાબર પાકે પાયે પનોતી બેઠેલી છે. શું તમને જીવનમાં કાંઈ દુઃખ છે? હવે તમે દુનિયામાં એક માણસ એવો બતાવો જેને જીવનમાં કોઈ દુઃખ ન હોય! કંઈક તો હોય ને? અહીંથી પાછા જવા માટે વાહનનું શું કરીશું તેનું પણ દુ:ખ હોય! દુઃખ તો હોય જ ને ! મેં કહ્યું, આમ તો જીવનમાં ખાસ કાંઈ દુઃખ નથી. તો કહે, નામ તો બરાબર રાશી પ્રમાણે છે ને? હા! બરાબર રાશી પ્રમાણે છે. મને કહે, પાકે પાયે પનોતી બેઠી છે. મેં કહ્યું, હા! સાચી વાત છે બાજુમાં જ બેઠી છે. આ તમે જ મોટી પનોતી રૂપ છો! ‘હસ મેં ભી ખુશ રખના બાદશાહી! શાન સે જાયેંગે હમ...’ ઔર અગર પુરશિશ ન હોગી, વાપસ આયેંગે હમ. અમે તો સ્વર્ગમાં પણ બાદશાહી ઠાઠથી જઈશું! આ જૈનની વાત છે, પરમાત્માએ કહ્યું છે, તું જ તારો ભાગ્યવિધાતા છે. આ જૈનની શક્તિ છે ! ધર્મનું ગૌરવ, ઈતિહાસની ગરિમા, સંસ્કૃતિનો મહિમા અને સૌથી મોટો આજનો પડકાર અંગ્રેજી શિક્ષણ...! કદાચ આપણી પેઢીની પછીની પેઢીનાં બાળકોની તપાસ કરો તો ખબર પડે કેટલી મુશ્કેલી છે... મારી પૌત્રીને હું કહું કે ૪૮ નંબરની બસમાં ગયો હતો એટલે તરત જ કહેશે, દાદા! વોટ ઈસ અડતાલીસ ? આ જ વાસ્તવિકતા છે મારા અને તમારા ઘરની! શું કરવું જોઈએ? જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Jain Education International ૨૧૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy