________________
ફર્ક ઈતના હૈ, ઉસે કિશ્તી નહીં મિલતી, ઈસે સાહિલ નહીં મિલતા!
આ નવી રોશનીને સાહિલ, કોઈ માર્ગદર્શક, કોઈ રાહબર, કોઈ ખેવૈયો, કોઈ નાવિક મળતો નથી.
જો સાહિલ મળે તો નૌકાને પાર લઈ જાય અને માણસના જીવનમાં જો ધર્મ મળે તો તેને ભવપાર લઈ જાય!
આ પરિસ્થિતિને પરિણામે જ સૌથી પહેલું યુવાનોનું માનસ સમજવાની જરૂર છે.
Highsli as Exploring Jainism 114-1 1-1 C.D. બનાવી છે. એ c.D.માં Jainismની ખાસ વાત ન હોય.
એક છોકરો હોય, દફ્તર લઈને જતો હોય, ગાતો હોય, પછી એક પક્ષીને પકડવા જાય... અને ત્યારે તેની મા કહે, બેટા! આ પક્ષીને નહીં પકડવાનું.! બાળક પૂછે, કેમ નહીં પકડવાનું? મા કહે, કેમકે આપણે જેને છીએ. અને પછી તેમાંથી આખી વાર્તા ચાલે, અને એ વાર્તામાં બાળક એટલો બધો ગુંથાઈ જાય કે આપણને કલ્પના જ ન આવે!
એમાંથી નવકાર આવે. એમાંથી તીર્થકરોનું જીવન આવે... પણ, આપણે એ બધી વસ્તુઓ ભૂલી ગયાં.
એક જમાનામાં જયભિખ્ખું, રતિલાલ દેસાઈ, પૂ. સુશીલમુનિ, પૂ. અમરમુનિ આદિએ જે વાર્તાઓ આપી આપણામાં સંસ્કારો રેડ્યા હતા તે સંસ્કારો રેડનારી વાર્તાઓ આજે નથી.
મુંબઈના એક અખબારે મને નિમંત્રણ આપ્યું અને કહ્યું કે કુમારપાળભાઈ! તમે જૈનધર્મ ઉપર લખો. અને એવું લખો કે જેને કારણે જૈન લોકો ઉશ્કેરાય! મેં કહ્યું, એમનું ઉશ્કેરવાનું કારણ શું? એક તો અમે અહિંસક પ્રજા.... અને અમને જ તમે ઉકેરવાની વાત કરો છો?
વળી કહે, તમે એવું લખો કે કોઈની ખોટી ટીકા કરો અને કોઈ ખોટી ટીપ્પણ મૂકો.
મેં કહ્યું, ભાઈ! તમને એટલો બધો રસ શું કામ પડ્યો? પછી શું થશે ખબર છે! તો કહે, પછી તેનો એ લોકો જવાબ આપશે ત્યારે કહીશું
શાનધારા
૨૦૫)
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org