________________
કે જાહેરાત આપો તો છાપીએ!
આ છે અમારે Advertismentની મુંબઈનાં છાપાંઓની મોટી કમાણી...!
આપણને જાણીને આશ્ચર્ય થાય! પણ આપણે પણ એટલા બધાં પેમ્ફલેટ વીરો જ છીએ....!!
એક મહારાજ સાહેબે એક વખત એક પ્રવચનમાં કહ્યું કે આ કુમારપાળ વેટીકન જઈ આવ્યો. બહુ ખતરનાક કહેવાય. ત્યાં તો લોહીની નદી વહે છે!
હું તો ગયો ગુરુદેવ પાસે! ગુરુદેવ! માફ કરજો. હું વેટીકન જઈ આવ્યો તો ખરો, પણ કોઈ લોહી દેખાયું નથી. ત્યાં તો પાણીની નદી પણ નથી!
ગયો તો શું કામ?
શા માટે ન જાઉં? મારી તાકાત છે, મારી શક્તિ છે, હું જેન છું, મારા ધર્મનું મને ગૌરવ છે. મારા ધર્મની તાકાત છે મારી પાસે!
ત્યાં શું કરીને આવ્યો!
ઘણું કરીને આવ્યો! ઓછામાં ઓછી એક વાત કહું તમને! આજે દર મહાવીર જયંતિના દિવસે નામદાર પોપ જ્હોન પોલ મને શુભેચ્છાનો સંદેશો મોકલે છે અને લખે છે કે આ જૈન ધર્મ એ જગતનો એવો ધર્મ છે જે જગતને નવી રોશની આપી શકશે. મારે આનાથી વધારે શું જોઈએ?
જે લોકો ધર્માતરમાં માનતા હતા તે લોકોને હું મારા ધર્મની વાત પહોંચાડી આવ્યો એનાથી મોટું શું જોઈએ?
પણ પહેલાં તો કુમારપાળનું આવી જ બન્યું હતું. એટલે, જો જેને સમાજમાં કાંઈ વિરોધ ન થાય તો માનવું કે આપણે ખોટા રસ્તે છીએ! (હસાહસ).
મારી એક સાંભળેલી વાત છે. કદાચ તમે સાંભળેલી હોય તો માફ કરશો. યુનોમાં એકવાર દેડકાંઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું. અમેરિકાના લોકો તેમના દેડકાંઓને બરાબર બંધ કરીને લાવ્યા. ઈંગ્લેન્ડવાળા પણ
જ્ઞાનધારા
૨૦૬
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org