________________
તીર્થંકર ભગવંતોની વિશિષ્ટતા
જેમાં આત્માને શુભકર્મના વધુમાં વધુ ઉદય હોય તેમ તેની જૈવિક વીજચુંબકીય શક્તિ વધુમાં વધુ હોય છે. તીર્થંકર પરમાત્માએ પૂર્વભવમાં શુભકાર્યો અને શુભભાવ દ્વારા સૌથી શ્રેષ્ઠ અને સૌથી વિશિષ્ટ પુણ્યાઈ ધરાવતું તીર્થંકર નામ કર્મ બાંધેલ હોય છે. તેનો ઉદય તથા તેની સાથે સંબંધ ધરાવતાં અન્ય શુભકર્મો અતિ ઉગ્રપણે ઉદયમાં આવે છે. તેથી તેઓની જૈવિક વીજચુંબકીય શક્તિ સૌથી વધુ હોય છે.
આ
આ શક્તિથી વાતાવરણ ખૂબ જ શક્તિશાળી બની જાય છે, શક્તિને મનુષ્યો કે અન્ય પ્રાણીઓ ઝીલવા માટે સમર્થ હોતાં નથી, ઝીલે તો તેઓને લાભ કરતાં નુકસાન થવાનો વધુ સંભવ રહે છે, અથવા તો પ્રભુની ઉચ્ચતમ શક્તિનો લોકોને વધુ સમય લાભ મળે, તે માટે તીર્થંકર પરમાત્માની ઉચ્ચ જૈવિક વીજચુંબકીય ઊર્જાને પૃથ્વીમાં ઉતારી દેવા માટે દેવો સુવર્ણકમળની રચના કરે છે અને પ્રભુ તેના ઉપર પગ સ્થાપન કરી વિહાર કરે છે.
આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે ગગનચુંબી ઈમારતો ઉપર એક તાંબાનો તાર ઊંચે મુકવામાં આવે છે, જેનો બીજો છેડો જમીનમાં ઉતારેલો હોય છે. તેનું કારણ એ છે કે ચોમાસામાં વાતાવરણમાં રહેલ વીજળીના ભારે દબાણને તે તાર ગ્રહણ કરી જમીનમાં ઉતારી દે છે. તેથી આજુબાજુમાં બીજે ક્યાંય વીજળી પડતી નથી. બસ, આ જ સિદ્ધાંત ઉપર દેવો પ્રભુ માટે સુવર્ણકમળની રચના કરતા હોય.
તેથી સુવર્ણ કમળ દ્વારા પ્રભુની એ શક્તિ પૃથ્વીમાં ઊતરી જાય છે. જેના પ્રભાવે પ્રભુ જ્યાં જ્યાં વિહાર કરે છે, ત્યાં ત્યાં છ મહિના સુધી કોઈપણ પ્રકારના રોગ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, મચ્છર, માખી, પતંગિયાં, તીડ વગેરે ક્ષુદ્ર જીવ જંતુઓના ઉપદ્રવ કે એવી કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિઓ આવતી નથી. એટલું જ નહિ, પરંતુ, એ ક્ષેત્રમાં રહેલ મનુષ્યો અને પ્રાણીઓની અશુભ વૃત્તિઓ પણ પ્રાયઃ દૂર થઈ જાય છે.
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
Jain Education International
૧૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org