SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ કાળ - સમયનું સ્વરૂપ અત્યારના વિજ્ઞાનીઓમાં એક વિજ્ઞાની મિ. કાર્લ સેગને એક કોસ્મિક કેલેન્ડર બનાવ્યું છે તે અને ઈ.સ. ૧૯૭૯માં છપાયેલ ડાર્વિનના વિશ્વપ્રસિદ્ધ પુસ્તક ('Origin of species') માં આપેલ ચાર્ટમાં કોસ્મિક બનાવોનું સમયાંકન બતાવ્યું છે, તે પ્રમાણે બનાવોના નામને બાદ કરતાં, તેમાં જણાવેલ સમયગાળાનો ગુણોત્તર, જૈનગ્રંથોમાં જણાવેલ કાળચક્રના અવસર્પિણીકાળના સમયગાળાને ઘણો મળતો આવે છે. પ્રથમ જિનેશ્વર યુગાદિદેવ શ્રી ઋષભદેવ પ્રભુના આયુષ્ય તથા શરીરની ઊંચાઈ વગેરે માટે અત્યારના બુદ્ધિમાન ગણાતા વિજ્ઞાનીઓને અતિશયોક્તિ લાગે પરંતુ જૈન કાળચક્ર અને કોસ્મિક કેલેન્ડરનો બારીકાઈથી અભ્યાસ કરતાં, તે જરા પણ અશક્ય કે અસંભવિત જણાતું નથી. અત્યારે પૃથ્વી ઉપર મળી આવતા મહાકાય પ્રાણીઓના અવશેષોમાં ડિનોસોરના અવશેષો મુખ્ય છે. એ અવશેષોના આધારે ડિનોસોરની લંબાઈ લગભગ ૧૫૦ ફૂટ આવે છે અને તે ડાર્વિનના ચાર્ટ મુજબ મેસોઝોઈક (Masozoic) સમયમાં થઈ ગયા. આ સમય આજથી લગભગ ૭ કરોડ વર્ષ પૂર્વેનો માનવામાં આવે છે. અત્યારે વિજ્ઞાનીઓ એવો ભય સેવી રહ્યા છે કે જો વિકસિત દેશો અને વિકાશશીલ દેશો અવકાશમાં વારંવાર ઉપગ્રહો મૂકવા માટે અને અવકાશમાં પ્રયોગો કરવા માટે સ્પેશ શટલનો વધુ પડતો ઉપયોગ કરશે તો, સૂર્યમાંથી આવતા, મનુષ્ય અને સજીવસૃષ્ટિને હાનિકર્તા એવાં પારજાંબલી (ultraviolet) કિરણોને રોકનાર વાતાવરણનું ઉપરનું ઓઝોન વાયુનું સ્તર ખલાસ થઈ જશે અને સૂર્યનાં પારજાંબલી કિરણોથી સજીવસૃષ્ટિનો નાશ થઈ જશે. સૂર્યમાંથી આગનો વરસાદ થશે અને પૃથ્વીનો પ્રલય થશે. આવું જ વર્ણન જૈન ગ્રંથોમાં છઠ્ઠા આરા માટેનું છે. ત્યાં જણાવ્યું છે કે અગ્નિનો વરસાદ થશે, મીઠું વગેરે ક્ષારોનો વરસાદ થશે. તે વરસાદ ખૂબ ઝેરી હશે. તેનાથી પૃથ્વી હાહાકાર કરશે. આ રીતે પૃથ્વીનો પ્રલય થશે. મનુષ્યો વગેરે દિવસે વૈતાઢ્ય પર્વતની ગુફામાં રહેશે. ફક્ત રાતે જ બહાર (જ્ઞાનધારા) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy