________________
કે આવા અતિન્દ્રિય પદાર્થોની ચર્ચા વૈજ્ઞાનિક સંશોધનોથી સચોટ પૂરવાર કરી શકાય છે. અહીં મેં મુખ્ય વિષયોમાં વૈજ્ઞાનિક સંશોધનોએ કરેલા તારવેલા સત્યોથી જૈનદર્શનના પદાર્થોને સિદ્ધ કરવામાં મળતી પુષ્ટિનો ઉલ્લેખ કર્યો છે.
કોઈ પણ બાહ્ય સાધન સામગ્રી વિના, માત્ર આત્મશુદ્ધિ દ્વારા પ્રાપ્ત કરેલ જ્ઞાનની આંતર શક્તિના બળે જ, કેવળ વિશ્વકલ્યાણ અર્થે જ્ઞાનીઓએ જગતને જણાવેલાં આવાં અનેક સત્યો સદીઓ પછી, પ્રયોગોથી સિદ્ધ હકીકતોના આધારે આધુનિક વિજ્ઞાનને આખરે સ્વીકારવાં પડ્યાં છે.
જ્ઞાનીઓ કંઈ પણ બાહ્ય સામગ્રી વિના પણ સૃષ્ટિના અંતરસ્તલમાં ભરેલ ગૂઢ રહસ્યો જોઈ શક્યા હતા. એના વધુ ને વધુ પુરાવાઓ વિજ્ઞાન પોતે જ દિનપ્રતિદિન આપી રહ્યું છે. આજે થઈ રહેલાં વૈજ્ઞાનિક સંશોધનોમાં ઊંડા ઉતર્યા વિના, આપણા નિત્યના જીવ વ્યવહારમાં પણ આની સાબિતી જાગૃત માણસને મળી શકે છે.
જૈનદર્શન અર્થાત્ જૈન વિજ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે ખૂબ જ મેળ મળે છે. અલબત્ત, જૈનવિજ્ઞાન ખરેખર ગુણાત્મક છે અને તે તીર્થંકર પરમાત્મા દ્વારા કથિત છે, જ્યારે આધુનિક વિજ્ઞાન મહદંશે પરિમાણાત્મક છે, આઈન્સ્ટાઈન ‘વિજ્ઞાન અને ધર્મ' નામના તેમના લેખમાં કહે છે : ધર્મ વિના વિજ્ઞાન પંગુ છે વિજ્ઞાન વિના ધર્મ અંધ છે. આ જ કારણે ભૂતકાળના ડૉ. ઓપેનહાઈમર જેવા પ્રખર વિજ્ઞાનીઓ તથા વર્તમાનકાળના ડૉ. અબ્દુલકલામ આઝાદ, ડૉ. હરગોવિંદ ખોરાના, ડૉ. હેલીસ ઓડાબાસી જેવા વિજ્ઞાનીઓ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે.
વનસ્પતિમાં જીવ છે
અઢી હજાર વર્ષ પહેલાં, ભારતના આર્ષદૃષ્ટા ભગવાન મહાવીરે, સામાન્ય વાત કહેતા હોય તેમ, ભાખેલું કે વનસ્પતિમાં પણ જીવ છે ને તેને સ્પર્શતા દુઃખ થાય છે આ હકીકતને વિજ્ઞાનજગતમાં ત્યારે સ્થાન મળ્યું, જ્યારે ક્રેસ્કોગ્રાફ સર જગદીશચંદ્ર બોઝે શોધ્યો. આનું વિશેષ વિવેચન ગ્રંથોમાં જોવા મળે છે.
જ્ઞાનધારા
Jain Education International
-
૧૬૬
For Private & Personal Use Only
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
www.jainelibrary.org