SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરે પ્રાણીઓના પેટમાં જઈ અનેક રોગોને જન્મ આપે છે. લાંબા સમય સુધી પર્યાવરણમાં એકરૂપ ન થઈ પોતાના વિષમય દ્રવ્ય વડે છ-કાય જીવોની હિંસા કરનારા પ્લાસ્ટિકના ઉપયોગ પ્રત્યે આપણે જાગૃત બનીએ અને બોટલ, કપ, થેલીઓ આદિના ઉપયોગ અંગે પુનઃ વિચારણા કરીએ. શ્રાવકોના અણુવ્રતમાં પ્રથમ જ અહિંસાવત દર્શાવ્યું છે. આ અહિંસાવ્રતના પાલનમાં સહાય કરવા માટે જ બીજા અગિયાર વ્રતોનું આયોજન કરાયું છે. આમાં સાતમા-ભોગોપભોગ-પરિમાણ વ્રત આજના સંદર્ભે વિશેષ નોંધપાત્ર છે. શ્રાવક પોતે પોતાના ભોગ-ઉપભોગમાં તો મર્યાદા રાખે જ, અહિંસા વ્રતને ધ્યાનમાં રાખી શક્ય એટલી અલ્પહિંસા કરે. આ ઉપરાંત આ વ્રતના એક ભાગ રૂપે આજીવિકા સંબંધી વિવિધ કર્મોનો વિચાર કરવામાં આવ્યો છે તેમાં પંદર કર્માદાનો અતિહિંસામય હોવાથી ત્યાજ્ય ગણ્યા છે. આજના વિશ્વમાં ભૌતિકવાદની દોટે અને વિકાસની મૂર્ખાઈભરી ઘેલછાએ આ કર્માદાનોના વિશાળરૂપ ધરાવનારા ફેક્ટરી, કારખાનાંઓ અને ઉદ્યોગોને નામે આયોજનો થયા છે. આ આયોજનોને ઓછામાં ઓછા કરવામાં આવે, એનાથી જગત દૂર રહે તો પણ પર્યાવરણ સુરક્ષાના અનેક પ્રશ્નો ટળી જાય. આ પંદર કર્માદાનમાં પહેલા પાંચને કર્મ-આજીવિકા સંબંધી કાર્યરૂપે ગણાવાયા છે. ઇંગલકર્મ-અંગારકર્મ અગ્નિસંબંધી કાર્યોની કારખાના આદિમાં થતી અતિશયતાએ ગ્લોબલ ટેમ્પરેચરના વધારામાં ફાળો આપ્યો છે. એમાં પણ રેફ્રિઝરેટર અને એરકનિશનના ઉત્પાદનમાં વપરાતાં વિવિધ વાયુઓએ આકાશના ઓઝોન લેયરમાં ગાબડા પાડી દીધો છે. વનકર્મજંગલોનો સફાયો કરી પર્યાવરણમાં ભયાનક અસમતુલા ઉત્પન્ન કરી છે. ગ્રીનહાઉસ ઈફેક્ટ (ગ્લોબલ વોર્મિંગ)ને લીધે અનેક રોગો ઉત્પન્ન થયા છે, તો સમુદ્ર કાંઠાના અનેક નગરો પાણીમાં ડૂબી જાય એવી સંભાવના ઊભી થઈ છે. શકટકર્મ-ભાટકર્મ એટલે ગાડીઓ (સ્કુટર, મોટરકાર આદિ) બનાવવા અને ભાડે આપવા. આજે ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીની લી. જ્ઞાનધાર જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy