SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) યકૃત રક્તમાં વધુ પડતી શર્કરા છોડવા લાગે છે. (૫) બ્લડપ્રેશર વધે છે. આ સર્વ બદલાવ તનાવની સ્થિતિનું સમાધાન થતાં આપમેળે જ દૂર થઈ જાય છે પરંતુ હરસમયે રહેતું ટેન્શન ધીરેધીર - અપચો, ડાયાબિટીસ, દમ, બ્લડપ્રેશર વગેરે બિમારીના રૂપમાં ઘર કરી જાય છે. આનો ઉપાય શો? વિજ્ઞાનની દૃષ્ટિએ આ રોગોની સારવાર વિવિધ દવાઓ દ્વારા શક્ય છે પરંતુ શાસ્ત્રની દૃષ્ટિએ જો શરીર વિજ્ઞાન સમજીએ તો એનો ઉપાય પૂર્વાચાર્યોએ ખૂબ સાહજિકતાથી વર્ણવેલો જોવા મળે છે. વર્તમાન આચાર્યોએ પણ વ્યાખ્યાન, શિબિર અને ગ્રંથલેખન દ્વારા અનેક વ્યક્તિઓને બિમારીમાંથી મુક્તિ અપાવી આપણે જોયું કે તનાવને લઈને મનુષ્ય શરીરની અંતઃ શ્રાવી ગ્રંથિઓમાંથી વહેતો શ્રાવ અનિયમિત થઈ જાય છે. એ અંતશ્રાવી ગ્રંથિઓ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. આ ગ્રંથિઓમાં પિટ્યુટરી ગ્લેન્ડસ, થાઈરોઈડ ગ્લેન્ડસ, એનલ ગ્લાસ વગેરે મુખ્ય છે. આ ગ્રંથિઓ શરીરમાં સ્થિત વિવિધ કેન્દ્રો (ચક્ર) સાથે સંબંધ ધરાવે છે. ઉદાહરણાર્થ નાભિસ્થાનમાં રહેલા તેજસ કેન્દ્ર પર ચિત્તને એકાગ્ર કરવાથી એડ્રિનલ ગ્રંથિમાંથી શ્રાવ-હોર્મોન્સ નિયમિત વહેતો થાય છે જેને કારણે પેનક્રિયા સંપૂર્ણ કાર્ય કરતું થઈ જાય છે. પિટ્યુટરી ગ્લેસ દર્શન ચક્ર (કેન્દ્ર) સાથે સંબંધિત છે. થાઈરોઈડ ગ્લેન્ડસ ગળામાં આવેલા વિશુદ્ધિ કેન્દ્ર સાથે સંબંધ ધરાવે છે. શરીરમાં ચૈતન્ય કેન્દ્રો નિશ્ચિત સ્થાન પર હોય છે. જ્યાં અંત શ્રાવી ગ્રંથિઓમાંથી શ્રાવ-હોર્મોન્સ કરે છે. આ કેન્દ્રો પર મનને એકાગ્ર કરવાથી તે જાગૃત થઈ સક્રિય થઈ જાય છે. મનને એકાગ્ર કરવાની ઉત્તમ રીતે કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગ એ તનાવમાંથી ઉગરવાનો સચોટ ઉપાય છે. કાયોત્સર્ગમાં શરીરને સ્થિર નિશ્ચલ શાંત સ્થિતિમાં રાખવામાં આવે છે. શ્વાસોશ્વાસની જ્ઞાનધારા) - . ૧૨૭ 'જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy