________________
ક્રિયા આંતરદષ્ટિ દ્વારા નિરખવામાં આવે છે. આ આંતરદર્શનની ક્રિયા દ્વારા શરીરમાં પ્રાણશક્તિ ઉર્જા વધે છે આ ગ્રંથિઓના સ્ત્રાવને નિયમિત કરવામાં આવે તો મનુષ્ય ભય, ક્રોધ, આક્રમણ વગેરે આવેગો પર કાબૂ મેળવે છે. લેશ્યા અને ધ્યાન :
લેશ્યા રંગો સાથે જોડાયેલી છે એ સુવિદિત છે. વિભિન્ન રંગો વ્યક્તિના બ્લડપ્રેશર, નાડી, શ્વાસોશ્વાસની ગતિ વગેરે પર અલગ-અલગ પ્રભાવ પાડે છે. આજે ચિકિત્સા પ્રણાલીમાં વિવિધ રંગોનો ઉપયોગ થાય છે. લેશ્યાધ્યાનમાં સાધકે મનને ચૈતન્ય કેન્દ્ર પર એકાગ્ર કરી ત્યાં નિશ્ચિત રંગનું ધ્યાન કરવાનું હોય છે. લેશ્યા ધ્યાનમાં પાંચ પ્રકારના રંગોનું કલ્પના દ્વારા મનઃચક્ષુ પર સ્પષ્ટ રૂપથી જોવાનું હોય છે. એ પાંચ રંગો પન્ના જેવો લીલો રંગ, નીલરંગ, ઉગતા સૂર્ય જેવો લાલ રંગ, પીળો સૂર્યમુખી જેવો રંગ અને પૂર્ણિમાના ચંદ્ર જેવો શ્વેત રંગ જ્યોતિ કેન્દ્રો પર ચમકીલા રંગ દ્વારા ધ્યાન કરવાથી ભાવધારા નિર્મળ થાય છે જે માટે આનંદ કેન્દ્ર પર લીલા રંગનું ધ્યાન કરવામાં આવે છે. દર્શન કેન્દ્ર પર ઉગતા સૂર્ય જેવા લાલ રંગનું ધ્યાન ધરવાથી મન આનંદિત થઈ જાય છે.
રંગમાંથી નીકળતા તરંગો દર્શનચક્ર અને શાંતિચક્રને પ્રભાવિત કરે છે અને મનુષ્યની ભાવનાત્મક પ્રતિક્રિયાનું નિયમન કરે છે.
ભાવલેશ્યા :
પ્રત્યેક ચૈતન્યમાંથી નીકળતી પ્રાણઊર્જા શરીરની આસપાસ રહે છે જે ભાવલેશ્યા-આભામંડળ-ઓરાના નામે ઓળખાય છે. ભાવલેશ્યા માનવીના બદલાતા વિચારોની સાથે બદલાતી રહે છે. વૈજ્ઞાનિક દંપતી મિ.એન મિસીસ ક્રીલિયાન્સને હાઈલી ફોટો સેન્સેટીવ કેમેરા વડે આભામંડળના ફોટાઓ લેવામાં સફળતા મળી. જીવંત પ્રાણી કે વનસ્પતિનું આભામંડળ તેજસ્વી અને ગતિશીલ હોય છે. જ્યારે નિર્જીવ પદાર્થની ઓરા ફીક્કી અને સ્થિર હોય છે. મનુષ્યના મનમાં જેવા હિંસક કે આક્રમક વિચારો આવે છે ત્યારે એના ચિત્તમાં પ્રથમ ભાવમાં ફેરફાર અનુભવાય છે. જે ભાવલેશ્યા તરીકે
જ્ઞાનધારા
Jain Education International
-
૧૨૮
For Private & Personal Use Only
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
www.jainelibrary.org