________________
બનેલાં અને વિવિધ કસોટીમાંથી પાર ઊતરેલાં સિદ્ધાંતો છે. ભગવાન મહાવીરે જૈનદર્શનની પુન:સ્થાપના કરી આ વૈજ્ઞાનિક શ્રી મહાવીર સ્વામીએ, તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી, પોતાના શિષ્ય પરિવાર, સાધુ સમુદાય, શ્રાવક-શ્રાવિકા સમુદાય અને એથીય આગળ વધીને સમગ્ર માનવજાત તથા સંપૂર્ણ સજીવ-સૃષ્ટિના પરમ કલ્યાણને માટે જૈનદર્શનની પુનઃસ્થાપના કરી આ સિદ્ધાંતો નિરૂપેલા છે. માટે જ એ નિયમોનું ચુસ્તપણે-સમજપૂર્વક પાલન કરવાથી આત્મકલ્યાણ થયા વિના રહેતું નથી. એ નિયમોનાં પાલન દ્વારા ઘણાં જીવો આત્મકલ્યાણ સાધી મોક્ષે ગયા છે તેનાં દૃષ્ટાંતો પ્રાચીન ગ્રંથોમાં વિદ્યમાન છે.
આ જૈનદર્શનનાં કેટલાંક વૈજ્ઞાનિક તથ્યો ઉપર વિચાર કરીએ, જેમ કે શરીરવિજ્ઞાન, મનોવિજ્ઞાન, પર્યાવરણ, અર્થશાસ્ત્ર, જાપના પ્રકારો અને તેનું વૈજ્ઞાનિક મૂલ્ય, ગુરુનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મહત્ત્વ.
૧. શરીર વિજ્ઞાન :
ભગવાન મહાવીર જેઓ મહાતપસ્વી, મહાધ્યાની અને મહાજ્ઞાની હતા, તેમણે પણ આત્માને ઓળખવા પર જ ભાર મૂકેલો છે. અને તેને અનુલક્ષીને જ સર્વ પ્રવૃત્તિઓ કરવાનો ઉપદેશ આપેલો છે. આ આત્માની ઓળખ માટે સાધના કરવાની છે અને સાધના કરવા માટે સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. આ સ્વાસ્થ્ય માટે શરીર રચનાનું શરીરનાં બધાં તંત્રોનું જ્ઞાન હોવું જરૂરી છે. આપણાં શરીરમાં ૯ તંત્રો કાર્યરત છે,
(૧) માંસ પેશી તંત્ર (Muscular System)
(૨) અસ્થિ તંત્ર ( Skeletal System) (૩) પાચન તંત્ર (Digestive System) (૪) ઉત્સર્જન તંત્ર (Excretory System)
(૫) શ્વસન તંત્ર (Respiratory System)
(૬) રૂધિરાભિસરણ તંત્ર (Circulatory System or Cardio-vasular System)
૧૧૭
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org