SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વેષ, ક્રોધ, લોભ - આ આત્માના શત્રુ સિવાય બીજા કોઈ સાથે શત્રુતા શક્ય નથી. માટે જ ભગવાને વિશ્વમેત્રીના નેમ હેઠળ લોકના સર્વ જીવો સાથે મિત્રતાનો સંબંધ બતાવી આડકતરી રીતે પોતાનો - આત્માનો સાચો સાથ નિભાવવાનો માર્ગ બતાવ્યો છે. મૈત્રી ભાવના એ આપણી સાથે આપણું પોતાનું જોડાણ છે. ધર્મ છે. રાગ, દ્વેષ અને મોહ એ વિકાર છે પોતાના ત્રિકાળી સ્વભાવના ભાનથી કે ભાન થતાં, વિકાર મારો ધર્મ નથી, સ્વભાવ નથી. તેમ સમજાય છે. વિકાર ટળતાં જ હું જ્ઞાતા, દષ્ટા, અખંડ આત્મા છું તેવું જ્ઞાન થાય છે; અને તે જ સાચી કરુણા છે. આત્માની ખરી દયા છે. અત્યાર સુધી અજ્ઞાન, મોહ અને મિથ્યાત્વભાવે વિકારમાં દબાઈ જતો હતો. હવે આત્માનું ભાન થતાં વિકાર રહિત આત્માની પ્રતીતિ કરી. આત્માને વૈભાવિક ભાવથી રહિત, તેના સ્વરૂપે પ્રતીતિમાં લીધો તે જ ભાવદયા છે. દયા ધર્મ છે. સ્વદયા છે અને તે જ ભાવમરણ ટાળવા માટેની પરમ ઔષધિ છે. “હું માનવી માનવ થાઉં તો ઘણું-' આજે આપણે માનવીને યાંત્રિક જીવન જીવતાં જોઈએ છીએ અને માનવસેવાને પ્રાધાન્ય આપીએ છીએ પણ તેનાથી ઉપર જીવદયા છે જે અહિંસાના પાલનમાં આવી જાય છે. પોતાની શક્તિ મુજબ વધુમાં વધુ અહિંસાનું પ્રવર્તન - પાલન કરવું અને કરાવવું. સંપૂર્ણ અહિંસામય જીવન એ જૈનધર્મનો ઉચ્ચ આદર્શ છે અને એ આદર્શને વ્યવહારુ બનાવવા માટે જેટલું ઊંડું ચિંતન, જેટલી વ્યાપક વિચારણા અને જેટલા સૂથમ પ્રયોગો જેને પરંપરામાં થયા છે એવા બીજે ક્યાંય નથી થયા. આ અહિંસાના મૂળમાં છે આત્મીય દષ્ટિ. જેવો આપણો જીવ છે એવો સહુનો જીવ છે. આપણને જીવવું ગમે છે તેમ સહુને જીવવું ગમે છે. મરવું કોઈને ગમતું નથી. સુખ અને શાંતિ સહુને જોઈએ છે. દુઃખ અને અશાંતિ કોઈ નથી ઇચ્છતું. જે (જ્ઞાનધારા) ૯૮) "| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ ૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy