________________
જૈન ધર્મમાં માનવસેવા, જીવા અને રાષ્ટ્રચિંતન
ડૉ. ઉત્પલા મોદી
(ડૉ. ઉત્પલાબેન મોદી : એમ.એ.; પીએચ.ડી. ભવન્સ હજારીમલ સોમાણી કૉલેજમાં ૨૫ વર્ષથી સેવા આપે છે ફિલોસોફી વિભાગમાં અધ્યક્ષ, ઉપરાંત જૈનોલોજીના સર્ટિફિકેટ તથા ડીપ્લોમા કોર્સના પણ પ્રાધ્યાપક છે. રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઑફિસર તરીકે ૧૬ વર્ષથી વિવિધ સામાજિક સેવા પ્રવૃત્તિ કરે છે. વિશ્વધર્મના અભ્યાસી, જૈન ધર્મ પર અનેક પ્રવચનો આપ્યાં છે. નવકારમંત્ર, ભક્તામર સ્તોત્ર અને રત્નાકર પચ્ચીશી પર નિબંધ લખેલ છે. લાડનું યુનિ. ના પીએચ.ડી.ના માર્ગદર્શક (ગાઈડ) છે.)
જ્ઞાનધારા
જૈનધર્મમાં અહિંસાનું સ્થાન સર્વોચ્ચ છે. એટલે જ કહ્યું છે જે “અહિંસા પરમો ધર્મ'' તે સર્વસુખાય સર્વ હિતાય સંદેશ આપે છે. સ્વયં જીવો અને બીજાને પણ જીવવા દો અથવા સ્વયં જીવો અને બીજાને જીવવામાં મદદ કરો. અહિંસાના વ્યાપક સ્વરૂપમાં મૈત્રી, વિશ્વપ્રેમ, ઉદાર વિચાર અને સહિષ્ણુતા સર્વગુણોનો સમન્વય જોવા મળે છે. તેમાં માનવસેવા, જીવદયા અને રાષ્ટ્રનું હિત છુપાયેલું છે.
માનવ જન્મ પ્રાપ્ત થવા છતાં જો માનવતા પ્રગટ ન થાય તો તે પ્રાપ્ત થવાનો સાચો લાભ મળી શકતો નથી. અનેક વખત મનુષ્ય યોનિમાં આપણે જન્મ લઈ લીધો હોવા છતાં આપણા જન્મમરણના
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
—
Jain Education International
૯૬
For Private & Personal Use Only
www.jainelibrary.org