________________
જ્ઞાનતપ સાહસાદિક ગુણે કરી અધિકા લોક માહિ પ્રસિદ્ધ શ્રી વીર તીર્થકર હૃઇ, સંભ્રાંત ભક્તિનઈ, ગાઢઈ રસિ કરી આકુલ ચપલ કિરીટ મુકુટ રૂપીઉં વિટપ પલ્લવઈ છઈ જેહનઉ ભક્તિ ઊતાવલિઇ કરી જેહના આભરણ હાલઈ છ, ઇસિ૬ ભાવ, ઇસિઉ સહસ્સ. સહસ્ત્રનયન ઇંદ્ર સતત નિરંતર વાંદિવાં આવઈ ગુણનઉ તાણિઉ, એતલઇ વિશ્વમાહિ ગુણઈ જિ પૂજ્ય. ૪૫૬.
ગુણની વાત કહી. હવ દોષ આશ્રી કહઈ છઈ.
સિહુ જીવો પોતાના જ્ઞાન આદિ ગુણથી જ ગણ્ય – પૂજ્ય બને; જેમ જ્ઞાન-તપ આદિ ગુણે કરીને શ્રી વીરભગવાન મોટા થયા. એમની ભક્તિ કરવાથી હલી ઊઠતાં આભરણવાળા સહસ્ત્રનયન ઇંદ્ર એમને નિરંતર વાંદવા આવે છે. વિશ્વમાં ગુણ જ પૂજ્ય છે.].
ચોરિક્વચણાકૂડકવડ, પરદારદારુણમઈમ્સ, તસ્ય શ્ચિએ તે અહિય પુણોવવિ વેરે જણો વહઈ. ૪૫૭
ચોરિક્ક પરદ્રવ્યની ચોરી વચણા કર્તવ્યઈ કરી પરહંઈ વંચિવઉં, કૂડ વચનનઉં, કડઉં બોલિવવું કપટ મનિ ઇ માયાનઉં ચીંતવિવઉં પરધર પરસ્ત્રી, એતલા પાપનઈ ઘરુણ મહેલી પ્રવર્તી મતિ છઈ જેહની, તસ્ય ચિય. ઇસિયા પાપના કરણહાર પુરુષના આત્માઈ જિ હૃઇ તે પાપનઉં કર્તવ્ય અહિત્ઉં, ઈહલોકિ અપશબંધવધાદિક દુઃખ અનઇ પરલોકિ નરકાદિક દુઃખ પામઇ, એતલઈ ન સરઇ, પુણોવિ વેરે. વલી જેહની દ્રવ્ય ચોરિઉ હુઇ, જેહçઇ વંચનાદિક કીધાં હઇ અનઈ જેહની સ્ત્રીનઉં ગમન કીધઉં હુઇ. તે જન લોક વલી તેહ ઊપરિ વડર વહઈ, આંહિદ જિ તેહનાં વૈભાષ્ય બોલઈ, પરલોકિ તેહ સિઉ ઘણા ભવ વઈર વહઈ એ વલી અધિકઉં, વલી દાધા ઊપરિ ફોડઉ તેહ સરિખઉં જે ગુણ આરાધિઈ તેહઈ ઇસ્યા દોષ ન ઊપજઇ, એ વાત કહઈ છઇ. ૪૫૭
પરદ્રવ્યની ચોરી, અસત્ય-કૂડું વચન, કેપટમનથી પરસ્ત્રીનું ચિંતવન – આવાં પાપોથી મતિ ભ્રષ્ટ થયેલાને આ લોકમાં અપયશ, બંધ-વધ આદિનાં દુઃખો અને પરલોકે નરકનાં દુઃખો પ્રાપ્ત થાય છે. વળી જેનું દ્રવ્ય ચોર્યું હોય, જેની સાથે ઠગાઈ કરી હોય, જેની સ્ત્રી સાથે ગમન કર્યું હોય તે સૌ આવા માણસ ઉપર વેર રાખે, અહીં જ એનું ભૂંડું બોલાય. પરલોકમાં તો ઘણા ભવ વૈર ભોગવવાનાં થાય એ વધારાનાં. એ તો વળી દાઝુયા પર ડામ.]
૧ ખ મહવીર ગ વીર મહાવીર. ૨ ક ચોરિક્યા . ૩ ખ અવસાવધબંધાદિક ગ અસંબદ્ધવધાદિક ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org