________________
કરિસિ૬ સુલસિ કુઠાર લેઈ આપણછ જિ પગ આહણિલ, કહિવા લાગી કુઠાર માહરા હાથથિઉ પડિઉ. માહહૂઇ ગાઢી પીડા તુમ્હ થોડી થોડી વિહંચી લિઉં, વિલંબ મ કરી, કુટુંબ કહઈ “તઉં ભોલઉ થિઉં, પીડ કહિની કુણહિઈ લિવરાઈ છઈ સિકં', સુલસ કહઈ પીડ લેઈ નથી સકતાં, પાપ કિમ લેસિઉ ?’, ઈમ કહી કુટુંબ પરિવાર સહૂ બૂઝવિલું, સુલસ ખરી જીવદયા પાલી દેવલોકિ પુતઉં, એ વિવેકિયાનઉં કર્તવ્ય કહિઉં. ૪૪૫.
અવિવેકિયાનઉ કાર્ય કહઈ છઈ.
[વિવેકી જીવ હજી મૃત્યુને ઇચ્છે પણ અન્ય જીવને પીડા મનથી પણ ન કરે. તો પછી વચન-કાયાનું તો કહેવું જ શું ? પરપીડા કોણ ન કરે ? જે જીવ એ સત્ય જાણે કે દયા એ મોક્ષનો માર્ગ છે.
કથા : રાજગૃહ નગરમાં કાલસૃરિયો ખાટકી રોજ પાંચસો ભેંસો મારે. તેનો પુત્ર સુલસ અભયકુમાર મંત્રીની સંગતથી મનમાં જીવદયાનો નિશ્ચય કરે છે. કાલસૂરિયો કૃષ્ણલેશ્યાને વર્તતો મરીને સાતમી નરકે ગયો. કુટુંબ ભેગું થઈ સુલસને કહે “તું તારા બાપનું ખાટકીનું કામ કર.' સુલસ કહે પાપ લાગે માટે ન કરું.” કુટુંબ કહે, “તારું પાપ અને થોડું થોડું વહેચી લઈશું.' સુલસના હાથમાં કુહાડી આપી કહે “તું પહેલો ઘા કર, પછી અમે સહુ એમ કરીશું.' સુલસે કુહાડી લઈ પોતાના જ પગ પર ઘા કર્યો. પછી કહે, “મને થતી અતિપીડા તમે થોડી થોડી વહેંચી લો.” કુટુંબ કહે, તું ભોળો છે. કોઈની પીડા કોઈથી લેવાય ખરી ? સુલસ કહે, “જો પીડા નથી લઈ શકતા તો પાપ કેમ લેશો ?” એમ કહી કુટુંબને બોધ પમાડી, ખરી જીવદયા પાળી સુલસ દેવલોકે ગયો]
મૂલગ કુદડગા દામગાણિ ઉગૂલર્ઘટિઆઓ અ,
પિડેઈ અપરિતતો ચઉખયા નત્યિય પલ્સ વિ. ૪૬ મૂલગ. જિમ કોએક મૂર્ણ મૂલગઉ ખીલી ઢોર બાંધિવાની કુદંડગ કોલીંડઉં, વાછરુડાં બાંધિવાન લાકડઉં, અનઈ દામગ દામણઉં, ઢોર બાંધવાન દોર, ઉદ્ભૂલ' ઢોરનઈ ગલઈ બાંધિવાની મોરંગી, ઘટિઆ ગલઈ બાંધિવાની ઘાંટડી પિડેઈએવા અનેરાઇ ચતુષ્પદયોગ્ય ઉપગરણઈ જિ મેલાં, અપરિહંતો અશ્રત અણઊસનઉ થિકી નિરંતર પુણ જઉ ઘરિ જોઈએ, તલ ચઉપયા ચતુષ્પદ આશ્રી, પશુ છાલી માત્ર નથી તેહના ઉપકરણછ જિ મેલઈ છઇ, પુણ ઘરિ ચતુષ્પદ કાંઈ નથી. ૪૪૬.
૧ ક છૂ. ૨ ખ “નથી’ પછી ‘એ વસ્તુ બોલીઇ માત્ર નથી” પાઠ વધારાનો. ૧૦
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org