________________
અહિયં મરણે અહિએ જીવિર્ય પાવક—કારણે,
તમસંમિ પર્ડતિ મયા વેર વહેંતિ જીવંતા. ૪૪
અહિયં પાવ. જે પાપકર્મના કરણહાર ચોર જૂઆરી કોરી વાગરી માછી પ્રમુખ જીવના જીવિવાં નઈ મરિવાં બેઈ અહિતૂ વિરૂઆ, કાંઈ તમસંગ જેહ ભણી પાપ કરીનઈ તે મૂઆ, હૂતાં, તમસિ ઘોર અંધકાર રૂપ નારગિ પડઇ, અનઈ જીવતાં હૂતાં, વધ ઘણાં જીવન મારિવઈ કરીનઈ પાપ વધારશું, એહ ભણી તેહહુઇ જીવિવઉ નઈ મરિવઉં બેઈ વિરૂઆં કહીઇ, બિહ ઊપરિ અનર્થ હેતુ ભણી. ૪૪૪.
ઇસિઉ સ્વરૂપ જાણી વિવેકિયા પ્રાણાંતિઇ પાપ ન કરશું એ વાત કહઈ છઇ.
જે પાપકર્મ કરે છે – ચોર, જુગારી, કોળી, વાઘરી, માછીમાર છે. - એમનું જીવવું મરવું બને ખરાબ છે. કેમ કે પાપ કરીને તે નરકમાં પડશે અને જીવતાંયે પાપ વધારે.]
અવિ યòતિ ય મરણ, ન ય પરપીડ કરતિ મણસાવિ,
જે સુવિયસુગઇપહા, સોઅરિયસુઓ જહા સુલસો. ૪૫
અવિ, વિવેકિયા જીવ હરિમરણ વાંછઇ, ન ય પર પર અનેરા જીવહુઈ પીડા દૂહવણ મનિઇ કરી ન કરશું, વચનનઉ, કાયનઉં કહિવ૬ કિસિઉં, વચન કાયદું સર્વથાઈ ન કરઈ ઇસિક ભાવ. કુંણ પરિપીડા ન કરઈ, જે સુવિઈજે જીવ સુવિહિત સાચઉં જાણિઉં, દયામૂલ સુગતિ મોક્ષનઉ મારગ છઈ જેહે તે કહિની પરિ સોઅરિય. કાલસોઆરિયા ખાટકીનઉ સુત બેટઉ સુલસ નામિ જિમ તીણઈ જીવડુંઈં પીડા ન કીધી, તિમ અનેરાઈ ઉત્તમ ન કરશું.
કથાઃ રાજગૃહ નગરિ, કાલસોઅરિઉ ખાટકી દિન પ્રતિ પાંચસઈ ભઈસા મારઇ, તેહનઉ બેટકે સુલસ, અભયકુમાર મુહતાની સંગતિઈ જીવદયાની મનિ નિશ્ચઉ આણઈ, કાલસોયરિઉ કૃષ્ણલેશ્યા વર્તતઉ મરી સાતમઈ નરગિ ગિઉ, કુટુંબ પરિવાર સત્ મિલી સુલમહંઈ કહેઇ, ‘તઉં આપણા બાપ ખાટકીનઉં કામ કરિ સુલસ કહઈ પાપ લાગઈ તેહ ભણો હઉં ન કરવું', કુટુંબ કહઈ પાપ . તાહરઉં થોડઉં થોડઉં અહે સહુ વહિચી લેસિઉ ભઇસઉ દોરે બાંધી પાડિક સુલસનઈ હાથિ કુઠાર આપિઉં, “તઉં પહિલઉં ઘાઉ દઈ પછઈ અહે સહુ
૧ ક તમસંમિ પડેમિ ખ તમસ પતંતિ. ૨ ખ, ગ વયર. ૩ ક વરિનણ ખ મરણ. ૪ ખ, ગ મુગતિ. ૫ ખ પૃથ્વિઈ ગિઉ. ૬ ખ, ગ પછઈ તેણે એક ભઇંસલું
ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org