________________
કહીઈ ૩ ઇમ મૈથુન પરિગ્રહ ત્રિવિધ જાણિવાં, અથવા ચિહુ પ્રકારિ જાણવા કિમ દ્રવ્યતઃ ૧ ક્ષેત્રતઃ ૨ કાલતઃ ૩ ભાવતઃ ૪ દ્રવ્યતઃ પ મૃષાવાદી જીવાદિક દ્રવ્ય આશ્રી કૂડઉં બોલ), ક્ષેત્રતઃ મૃષાવાદ લોક આલોકનઉં સ્વરૂપ નૂડલું કહીઇ, કાલત મૃષાવાદ દીસ કુડઉં બોલઇ, અથવા રાત્રિઈ કૂડઉં બોલઇ, ભાવત મૃષાવાદ રાગનઉ વાહિઉ કૂડલે બોલઈ, અથવા દ્રષની વાહિલે કહઈ ઊપરિ કૂડઉં બોલઇ, ઈસી પરિ અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, રાત્રિભોજનઈ એ ચિહઉ પ્રકારિ જાણિવા, એ મૂલગુણ આશ્રી વાત કહીઇ, હવે ઉત્તરગુણ આશ્રી કહઈ છઈ, ઉત્તરગુણ ઉત્તરગુણ વિષઈઉ અતીચાર અનેકવિધ, પિંડવિશુદ્ધિ સમિતિ, ભાવનાદિક ઉત્તરગુણ કહીછે, તેહના અતીચાર આધાકર્માદિક દોષ અનેકવિધ હુઇ, દંસણ નાણેસ, દર્શનાચાર આશ્રી શંકાઆશ્રી શંકાઆકાંક્ષાદિક આઠ અતીચાર હુઈ, જ્ઞાન) આશ્રી અકાલ પાઠ અવિનય પાઠાદિક આઠ અતીચાર હુઇ, ઈહાં પહિલઉં જિ ચારિત્રના અતીચાર કહિયા, અનઈ દર્શને જ્ઞાનના પાછઇ કહિયા, તે કારણએ જ્ઞાનદર્શન લાધાઈ પૂઠિઇં ચારિત્ર પાખઈ મોક્ષ ન હુઈ, એહ ભણી મોક્ષનઉં મૂલગલું અંતરંગ કારણ ચરિત્ર) જિ, એ વાત જણાવવા ભણી એ અતીચારુ સઘલાઈ જાણી પરિહરિવા, સમ્યગુ જ્ઞાન સિદ્ધાંત જાણિવાન વિષઈ ઉપક્રમ કરઈ. અજાણતઉ કીધઉ ઉપક્રમમાં મોટા અનર્થનઉ હેતુ હુઇ. ૩૯૭.
એ વાત કહઈ છઈ.
પ્રાણાતિપાત સિવાય બાકીના મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહમાં વિરતિરૂપ ગુણ ત્રણ પ્રકારે થાય. ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય. કોઈ વ્યક્તિને ચોર, પરસ્ત્રીગામી’ એવાં ખરાબ, જાણ્યા વિનાનાં વચનો બોલવાં તે ઉત્કૃષ્ટ મૃષાવાદ. આળ મૂકવું તે મધ્યમ મૃષાવાદ, હસતાં હસતાં ખરાબ બોલવું તે જઘન્ય મૃષાવાદ.
એમ સુવર્ણ-રત્ન આદિની ચોરી તે ઉત્કૃષ્ટ અદત્તાદાન, વસ્ત્રાદિકની ચોરી મધ્યમ, છાણ-ઘાસ આદિની ચોરી જઘન્ય અદત્તાદાન. એમ મૈથુન, પરિગ્રહના પણ ત્રણ પ્રકાર.
આ સ્થાનકો ચાર પ્રકારે પણ જાણવાં; દ્રવ્ય-કાલ-ક્ષેત્ર-ભાવને લઈને. દ્રવ્ય અંગે ખોટું કે ખરાબ બોલે, કોઈ સમયે ખોટું બોલે, કોઈ સ્થાનમાં ખોટું બોલે, રાગ આદિ ભાવને લઈને ખોટું બોલે. એ જ રીતે બીજાં સ્થાનોનું સમજવું.
૧ ખ ‘અથવા ચિહુ પ્રકારિ જાણિવા' પાઠ નથી. ૨ ખ દિવ્યતઃ પ’ નથી ૩ ખ લોકન (લોક આલોકનને બદલે) ૪ ખ, ગ “સમ્યગુ જ્ઞાન’ પછી ‘દર્શન ચારિત્રનઈ વિષય પ્રવર્તિવઉં, જ્ઞાનાદિકનઈ વિષય સમ્યગુ તઉ પ્રવર્તાઈ જઉ સાચા જ્ઞાન” પાઠ વધારાનો. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org