________________
સંભૂતિવિજયસૂરિના શિષ્ય સિંહગુફાવાસી તે સાંખી શક્યા નહીં. એ નિર્વેવિકીપણું છે.]
જઈ તાવ સવઓ સુંદરુત્તિ, કમ્માણ ઉવસમેણ જઈ, * ધમ્મ વિઆણમાણો, અરો કિં મચ્છરે વહઈ. ૬૭.
જઈ તા, જઈ કો એક વિરૂયા કર્મનઈ ઉપશમવઈ અથવા ક્ષપવઈ સુવત સદાચાર દૂધ, લોકમાહિ ભલઉ ઇસી પ્રશંસા લહઈ, પામઈ, તર્ક, ઈયરો, બીજઉ ધર્મ વિઆણ, ધર્મેનઉં સ્વરૂપ જાણતઉ હૂત િમત્સર કાં વહઇ, દ્વેષ કાંચીતવઈ, નિર્વિકપણા ટાલી બીજઉં કાંઈ કારણ નહીં. ૬૭.
મત્સરીહંઈ દોષ દેખાડઈ છઈ.
[કોઈ વરવા કર્મને ઉપશમાવે અથવા ખપાવે ત્યારે લોકમાં એની પ્રશંસા મેળવે. ત્યારે બીજો ધર્મનું સ્વરૂપ જાણવા છતાં ઈર્ષ્યા-દ્વેષ કેમ કરે છે? નિર્વિવેકીપણા વિના બીજું કોઈ કારણ નથી.
અઇસુકિઉ તિ ગુણસમુઈઉ તિ, જો ન સહઈ જઇપસંસ,
સો પરિહાઈ પરભવે, જહા મહાપીઢ પીઢ રિસી. ૬૮ અઈ સ. અતિ અપાર સુસ્થિત ગાઢઉ દઢ ચારિત્રગુણઈ વિષઈ અનઈ ગુણ વેઆવાદિક તેહે કરી સમૃદિત એ ભરિઉ પૂરિઉ છઈ, જો ન સહઈઇસી યતિ મહાત્માના સાચા ગુણની પ્રશંસા કીજતી જે ન સાંસહઈ ઈર્ષા વહઇ, સો પરિ. તે આવતઈ ભવિ પરિહાઈ ઓછ3 થાઈ, પુરુષ ફીટી સ્ત્રીઆદિકપણ પામાં, જહા મહાજિમ મહાપીઢ ઋષિઈ સ્ત્રીપણકે પામિઉં.
તત્ર કથા: મહાવિદેહ ક્ષેત્રિ ચક્રવર્તિ મહાત્મા શ્રી વયરનાભ આચાર્ય ચઊદ પૂર્વધર હૂઆ, તેહના લહુડાભાઈ બાહુ-સુબાહુ પીઢ-મહાપીઢ એકાદશાંગધર હૂઆ, તેહ માહિ બહુ પાંચસઈ મહાત્મા¢ઈ ભાત પાણી આણી દિઈ, સુબાહુ વીસામણ કરઈ, બીજા બે તપસક્ઝાય કરઇ, એકવાર ગુરુ બાહુસુબાહુની પ્રશંસા સાચા ગુણની કરઈ, પીઢ-મહાપીઢ મત્સર ધરઇ, પાંચઈ જણ ચારિત્ર પાલી સર્વાર્થસિદ્ધિ વિમાનિ ઊપના, તિહાથી ચ્યવી વજનાભ ગુરુની જીવ શ્રી આદિનાથ હૂઉં, બાહુ-સુબાહુના જીવ ભરતબાહુબલિ હૂઆ, પીઢમહાપીઢના જીવ ઈષ્યનઈ કમિઈ સ્ત્રી બ્રાહ્મી-સુંદરી હૂઆ, ઈમ ઈર્ષ્યા લગઈ ૧ ખ ઉપશમાવવઇ કરી. ૨ ખ “લહઈ નથી ૩ ખ બીજઉ પછી કોઈ. ૪ ખ કાઇ ગ કઈં. ૫ ખ કઈ ગ કાઈ. ૬ ખ “અતિ' નથી. ૭ ગ ચારિત્રનઈ. ૮ ગ મહાત્માની સાચી ગુણપ્રશંસા. ૯ અ વયરનાભેદ. ૧૦ ખ “એક વાર પછીનો પાઠ “ગુરુ બાહુ... વજનાભ' નથી ૧૧ ખ “ગુરુના જીવ આણઈ ભરતક્ષેત્રિ શ્રી આદિનાથ હુઆ. ૧૨ ગ જીવ મરી. ૪૦
8 સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org