________________
ઋષિનઉં પાણિગ્રહણ કરઈ, રાજા માનિઉ, ભદ્રા પુરોહિતદ્દઈ દીધી, કેતલઈ કાલિ તીણાં પુરોહિતિ વાગયજવા આરંભિઉ, બ્રાહ્મણ ઘણા મેલિઆ છઠે, દૈવયોગ લગઈ તેહ જિ માતંગ ઋષિ ભિક્ષાનઈ કાજિઇ તીણઈ યજ્ઞપાટકિ આવિલે, માતંગ મેઈલઉ કુરૂપ દેખી બ્રાહ્મણ મારિવા લાગા, વૃધ્યક્ષઇ રીસાવિઇ લોહી વમતાભેંઈ પાડિઆ, કોલાહલ સાંભલી ભદ્રા તિહાં આવી, કહાં રે પાપીઆઉ એ કિસિ૬ કીધઉં, ન જાણી એ મહાતપસ્વી તે જીણૐ હઉ રાયની બેટી તૃણાની પરિ છાંડી, એહહૂઈ દેવસેવા કરઈ, પગિ લાગી ખમાવજે, નહીંત ભસ્મ કરિસિધ, ભયભીત બ્રાહ્મણ સવે પગિ લાગા ખમાવઈ, મહાત્મા કહઈ પહિલઉં નઈ હવડાંઇ માહરઈ મનિ કોપનથી, એ યક્ષઈ જિ નવું કર્તવ્ય, પછઈ બ્રાહ્મણ સૂધઉં અનપાન તે ષડ્રઇ દિઈ, યક્ષના હર્ષનઈ કારણિ માહાત્મા લિઈ, યક્ષ ગંધોદકપુષ્પવૃયાદિ મહોત્સવ કરઇ, તે દેખી ઘણાં જીવ હુઈ ધર્મની પ્રતિબોધ હૂક. ૪૪.
એ જીવ ભવિભવિ નવનવાં કુલ પામઈ, તેહ ભણી સિઉ કુલન અભિમાન, એ વાત દેખાડઇ છઈ.
[ધર્મના વિષયમાં મોટું કુળ પ્રધાન કારણ નહીં હળુકર્મીપણું જ કારણ છે. હરિકેશબલ નામે માતંગ ઋષિનું કુળ કાંઈ ઊચું નહોતું, તોયે એમના ઉગ્ર તપે કરીને આકપિત દેવોએ ઋષિની સેવા કરી તો મનુષ્યોની તો વાત જ શી ?
કથા : વારાણસી નગર બહાર કાઉસ્સગ્નમાં રહેલા હરિકેશબલ માતંગ ઋષિ પર યક્ષની પૂજા કાજે આવેલી રાજાની પુત્રી ભદ્રા યૂકી. એથી યક્ષે એનું મોં વાંકું કરી નાખ્યું. ભદ્રાના શરીરે પીડા થતાં યક્ષે પ્રત્યક્ષ થઈને એનું પાણિગ્રહણ ઋષિ સાથે કરવાનું કહ્યું. રાજાએ ભદ્રા પુરોહિતને આપી. તે પુરોહિતે આરંભેલા યજ્ઞમાં પેલા માતંગઋષિ ભિક્ષા કાજે આવ્યા. એનું કુરૂપ જોઈ બધા બ્રાહ્મણો એમને મારવા લાગ્યા. ત્યારે ભદ્રા ત્યાં આવીને કહે જે મહાતપસ્વીએ રાજાની પુત્રીને તૃણની જેમ ત્યજી તે આ છે. એમની ક્ષમા માગો.” બ્રાહ્મણોએ પગે લાગી ક્ષમા યાચી. મહાત્મા કહે છે “પહેલાં ને હમણાં મારા મનમાં કોઈ રોષ નથી. આ તો યક્ષનું કામ છે.”]
૧ ખ, ગ “માનિઉં પછી થક્ષિઈ મહાત્મા નઉ સદર અધિષ્ટ નઈ પરિણી વિડંબી રાતિઇં. મહાત્મા છાંડી નાઠી, રાજાં ઋષિપત્ની ભણી' પાઠ વધારાનો. ૨ ક કાનઈ કાજિ. ૩ ક મઈલ દેખી કુરૂપ. ૪ ક વમાતા ૫ ખ પડિયા ગ પાડ્યાં. ૬ ગ “નઈ નથી ૭ ગ ક્રોધ. ૮ ગ ઋષિનઈ દીધઉ (“ઋષિ હૃઇ દિઇને બદલે). ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ)
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org