________________
ક્ષમા જાણી છઇ જેહે ઇસિઆ જે પંડિત જાણ હુઇ તે સહુ સહઈ, પ્રાણે જાતે એ માર્ગતઉ ચલઈ નહીં, રસ ન આણઈ.
કથાઃ શ્રાવસ્તીનગરીઇ જિતશત્રુ રાજા પુત્ર સ્કંદક તીણઈ આપણી બહિન ઇંદયશાનઉ ભત્તર દેડકરાયનલ પુરોહિત પાલક ધર્મનિંદા કરતઉ જીતી, પછઈ સ્કંદકુમારિ પાંચસઈ પુરુષ સહિત શ્રી મુનિસુવ્રતસ્વામિ કન્ડઈ દીક્ષા લીધી, આચાર્ય હૂઆ, બહિન-બહિનેવી બૂઝવિયા, કુંભકારકૃત ઇસિ નામિ નગરિ આવિઆ, પાલકિ ગુરુ રહિવાનઈ થાનકિ ભૂમિ માહિ હથિયાર સતાવિ, દંડકિરાયહૂઈ કહિઉં એ આચાર્ય ચારિત્ર ભાગઉં, પાંચસઈ સહસ્ર યોધી સુભટ લેઈ આવિક છઈ, તહારકું રાજ્ય લેસિધ, ન માનઈ તો જોઇ, હથિયાર ભંઈ માહિ સાતિ છ૮, તે કાઢી દેખાડિ, પછઈ રાજા તેહજિ નઈઆદેશ દીધઉં, તું જિમ જાણઇ તિમ કરિ, પછઈ તણઈ પાલક અભિવ્યિ પાંચસઈ મહાત્મા ઘણાં ઘાલી પીલિઆ, ક્ષમા લગઈ કેવલજ્ઞાન ઉપાર્જ મોક્ષિ પહુતા, છેહડઈ શ્રી સ્કંદકસૂરિ એક ચેલાનઇં ઈસિલે કહિઉં, એહહંઈ પછઈ ઘાતિ જો પહિલઉં મઝહૂઈ પીલિ, તણઈ દુષ્ટ પહિલઉં લઉ પીલિઉ, તેહુ મોક્ષિ ગિઉ, પછઈ આચાર્ય પીલિઆ, તે રીસ લગ) અગ્નિકુમાર દેવતા હૂઆ, તેણે પાલક સહિત દેસ સઘલઉઈ લાલિઉ, તિહાં દંડકારણ્ય હૂઉં. ૪૨.
જિમ શ્રી સ્કંદકાચાર્યના શિષ્ય પ્રાણેએ જાતે કુપિઆ નહીં તિમ બીજઇ મહાત્મા કોપ ન કરિવઉ, એ વાત કહઈ છઇ.
[ઘાણીમાં પિલાતા છતાં સ્કંદસૂરિના શિષ્ય પાંચસો સાધુ ક્રોધિત થયા નહીં. ધર્મનો સાર ક્ષમા છે એમ જે જાણે છે તે સહન કરે છે. પ્રાણ જાય તોયે ધર્મમાર્ગથી ચલિત થતા નથી.
કથાઃ શ્રાવસ્તીમાં જિતશત્રુ રાજાના સ્કંદક નામે પુત્રે પોતાના બનેવીના પુરોહિત પાલકને જીતી લીધો. તે પછી સ્કંદકે ૫00 પુરુષો સાથે દીક્ષા લીધી. બેનની નગરીમાં આવ્યા. પાલકે રાજાને ભંભેરણી કરી કે આ ચારિત્રભ્રષ્ટ સાધુ પાંચસો યોદ્ધાઓ લઈને આવ્યા છે ને તમારું રાજ્ય પડાવી લેશે. પછી રાજાનો આદેશ મેળવી પેલા પાલકે પાંચસો સાધુઓને ઘાણીમાં પીલ્યા. કોધિત ન થતાં એમણે ક્ષમા રાખી. તે બધા કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
૧ખ રાયનઉ ગ રાય. ૨ ખ ગ પુરંદરયાનઉ. ૩ ખ, ગ બૂક્ઝવિવા. ૪ખ “ભૂમિ માહિ” પછીનો પાઠ હથિયાર સતાવિ ... તો જોઈ નથી. ૫ ગ તેહ જિ હૃઇં. ૬ ક એ ૭ ખ ચેલ જિ. ૮ ખ બીજીએ ગ બીજે. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ)
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org