________________
પાઠાંતરમાં મૂક્યો છે. ક્વચિત “ગ” પ્રતનો પાઠ પણ વાચનામાં સ્વીકારાયો છે. ૩. “ક પ્રતના કોઈ શબ્દમાં કેટલાક અક્ષરો છટકી જઈને શબ્દ આંશિક લખાયો
હોય તો તે “ખ” અને “ગ” પ્રતને આધારે પૂરો કરી લીધો છે. ૪. “ગ” પ્રતનાં લગભગ અડધાં પત્રો પછી, શબ્દોથી માંડીને પંક્તિઓની
પંક્તિઓ લેખનકારને હાથે છૂટી ગઈ છે. જેમકે ક અને ખ પ્રતમાં જે સંસ્કૃતપ્રાકૃત સુભાષિતો આવે છે તે પાછળથી “ગ” પ્રતના લેખનકારે છોડી દીધાં છે, આવાં સ્થાનોના ભ્રષ્ટ પાઠો પાઠાંતર તરીકે નોંધવાનું જતું કર્યું છે, ક'ની વાચનાથી જુદા પડતાં ખ પ્રતનાં પાઠાંતરો જ્યાં નોંધ્યાં છે તેવાં સ્થાનોએ ગ” પ્રત કોની સાથે છે એ નોંધવા માટે “ગ' પ્રતનો મહદંશે ઉપયોગ
કર્યો છે. એ સિવાય એવા ભ્રષ્ટ પાઠોને લક્ષમાં લીધા નથી. ૫. સામાન્ય ઉચ્ચારભેદવાળા પાઠોને પાઠાંતરમાં નોંધ્યા નથી. ૬. ત્રણેય પ્રતોમાં કેટલેક સ્થાને લેખનકારોએ ભૂલથી કૃતિના ગદ્દાંશને બેવડાવ્યો
હોય છે. લેખનકારની આ સ્પષ્ટ સરતચૂક છે એમ સ્વીકારીને એવાં મોટા
ભાગનાં સ્થાનોને પાઠાંતર તરીકે નોંધવાનું જતું કર્યું છે. ૭. ગાથાક્રમાંકોની ભૂલો સુધારી લીધી છે. ૮. ક પ્રતના લેખનકાર બધે જ પ્રામત', પ્રામઈ', પ્રામીઈ' જેવા શબ્દોમાં “ર”
કાર કરે છે તે કાઢી નાખીને બધે પામત', પામઈ', પામી' કરી લીધું છે. એ જ રીતે કહઈ છુઈ' જેવાં ક્રિયારૂપોમાં લેખનકાર બધે જ ચુ જોડે
છે. ત્યાં “ચ્છને બદલે બધ “છ” કરી લીધું છે. ૯ વાચનામાં અવાંતરે અંગ્રેજી આંકડા હસ્તપ્રતના પત્રક્રમાંકનો નિર્દેશ કરે છે.
A અને B અનુક્રમે જે-તે પત્રક્રમાંકનું આગવું/પાછલું પૃષ્ઠ સૂચવે છે.
२९ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org