________________
વિશ્વાસથી એણે કહ્યું કે કામસેવનની વેળાએ.” તે વાત ઉમાએ ચંડપ્રદ્યોતને કહી. વિષયસેવનની વેળા જણાવી. રાજાએ ગુપ્ત રીતે બખ્તરધારી પુરુષોને ગોઠવ્યા. તેઓએ ઉમા-સત્યકિ બંનેની રાજાના આદેશથી હત્યા કરી. સત્યકિ મરી નરકે ગયો.]
સુતવસ્મિઆણ પૂઆ-પણામ-સક્કરવિણયકજ્જારો,
બદ્ધ પિ કમ્પમસુહ સિઢિલેઈ દસારનેયા વા. ૧૬૫ સુતા. ગાઢા તપસ્વી ચારિત્રિયા મહાત્માદૂઈ જઉ વસ્ત્રાદિકની પૂજા કરઈ, પ્રણામ વાંદિવલું, અનઈ સત્કાર ગુણન સ્તવવઉં, અનઈ વિનય અભ્યત્થાનાદિક કાર્ય, પ્રત્યનીકાદિક તકે રક્ષાનવું કરિવઉં, એતલા બોલ કરતઉ જીવ બદ્ધ પિ૦ આગઈ અશુભ કર્મ બાધઉ હુઈ તેહુ ઢીલઉં કરઈ, ત્રોડઈ, જિમ દસારનેયા કૃષ્ણ મહારાયિ આપણઉ કીધઉં.
કથાઃ એક વાર શ્રી નેમિનાથ દ્વારિકા નગરીઇ સમોસરિયા, તિહાં કૃષ્ણ મહારાય અઢાર સહસ મહાત્માનાં વાંદણાં દીધાં, ગાઢઉ થાકઉ શ્રી નેમિનાથ કન્ડઈ પૂછઈ, ભગવનું, એવડી શ્રમ ત્રિણિસઇસાઠ સંગ્રામ કરતાં ન હૂ. સ્વામી આઈસિ દીધઉં, વાંદણાં દેતાં તઈ ઘણઉં કાજ સાધિઉ, ક્ષાયિક સમ્યકત્વ પામિઈ તીર્થકર નામકર્મ ઊપાજિઉં, અનઈ સંગ્રામ કરતાં સાતમી નરક પૃથ્વી લગઈ જે ઊપાર્જિઉં હુંત તે કર્મ ત્રીજી નરકમૃથ્વી જોગઉ કીધઉં, શ્રી કૃષ્ણ મહારાયિ કહિઉં, તઉ વલી વાંદણાં દિઉં, પરમેશ્વરિ કહિઉ હિત તેહવઉ ભાવ ન આવઇં. ૧૬૫. તથા
તિપસ્વી મહાત્માની વસ્ત્રાદિથી પૂજા, વંદન, ગુણસ્તવના, વિનય આદિ જો ગૃહસ્થ કરે તો અગાઉ બાંધેલાં અશુભ કર્મોને ઢીલાં કરે છે જેમ દશાર્ણય કૃષ્ણ મહારાજાએ કર્યું.
કથા : એક વાર નેમિનાથ દ્વારિકા ગયા. ત્યાં કૃષ્ણ મહારાજાએ ૧૮00 મહાત્માને વાંદરાં દીધાં. એથી ખૂબ થાક લાગતાં કૃષ્ણ કહ્યું, ભગવનું ૩૬૦ સંગ્રામ કરતાં પણ આવો થાક નહોતો લાગ્યો.” સ્વામીએ આદેશ દીધો, ‘વંદન કરતાં તેં ક્ષાયિક સમ્યકત્વ પામી તીર્થકર નામકર્મ મેળવ્યું છે અને સંગ્રામ કરતાં જે સાતમી નરકનું કર્મ મેળવ્યું હતું તે કર્મ ત્રીજી નરક સુધીનું કર્યું છે. શ્રી કૃષ્ણ કહ્યું, તો વળી વાંદણાં દઉં ?” ભગવાન કહે છે, હવે તેવો ભાવ ન આવે.]
૧ ખ ગ અનઈ કાર્ય ર ક અગઈ. ખ કમ્મ આગઇ. ૩ ખ ઢીલઉં કરઈ' પછી “ઓછઉં કરઈ'. ૪ ખ “આપણઉ... કૃષ્ણ મહારાય નથી. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ)
૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org