________________
શકતા. શ્રી મહાવીરે જ કહ્યું, હે મેઘ, તે રાત મુશ્કેલીમાં પસાર કરી. પણ એ દુઃખ કેવું? તું આ ભવના પાછલા ત્રીજા ભવમાં હાથી હતો. દવના તાપથી તરસ લાગતાં સરોવરમાં પેઠો. કાદવમાં ખૂંપી ગયો. વેરી હાથીઓનાં મારવાંકૂટવાં સાત દિવસ સહ્યાં. મરી વળી હાથી થયો.
એક વાર વનમાં દવ લાગતાં સાતસો હાથિણી સાથે તે જ સ્થાને જઈ રહ્યો. દવત્રસ્ત જીવોથી તે સ્થાન ભરાઈ ગયું. કાન ખંજવાળવા તેં પગ ઉપાડ્યો.
ત્યાં એક સસલું પગને સ્થાનકે આવી રહ્યું હતું. તેની દયા આવતાં ત્રણ દિવસ તેં પગ ઉપાડ્યો નહીં. મરી શ્રેણિક રાજાનો પુત્ર થયો.”
આમ પાછલો ભવ સાંભળી મેઘકુમારને જાતિસ્મરણ થયું. અભિગ્રહ લીધો. આજ પછી મહાત્માનાં હાથ-પગ-દંડાસન વાગે તોપણ મનમાં દુઃખ ન લાવું. તપ કરી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં પહોંચ્યા.]
અવરુપરસબાહ, સુખ તુચ્છ સરીરપીડા ય,
સારણ વારણ ચોખણ, ગુરુજણઆવત્તયા ય ગણે. ૧૫૫ અવરુ. ગચ્છ મહાત્માનાં સમુદાય માહિ પરસ્પરિઇ સંબધ સંઘન સંકોચ હુઈ. અનઈ સુખ તુછે. સુખ કાંઈ નહી. સરીર ભૂખતુષાદિકે કરી સરીર પીડા અવશ્ય હુઇ. સારણ, અનઇ કાંઈ કાજિ કરિવઈ વસરિ તઈ આ કાજ ન કીધઉં. ઇસી પરિ પરસ્પરિઇ સારણ હુઇ. કોઇ પ્રમાદ કરતાં વારણા વારિઉં હુઈ. કહિયાઈ પૂઠિઇ કાંઈ વીસરીઉં હુઇ. તિહાં ચોસણા મધુરે અથવા કર્કશ વચને કરી શિક્ષાનઉ દેવઉં હુઇ. અનઈ ગચ્છ માહિ ગુરુજ. ગુરુજનઈ જિનઈવસિ વત્તીવણઉં હુઇ. સાસ?સાસ યલી બીજઉં કર્તવ્ય ગુરુ અણપૂછ્યું કરવા ન લાભઈ ઇસિક ભાવ. ૧૫૫.
ઈસિલું ગચ્છવાસનઉ દોહિલઉં દેખી કો કહિસિઈ. હલું એકલઉ જિ ધર્મ કરિશુ. તેહઈ દોષ કહઈ છઈ.
સાધુ સમુદાયમાં પરસ્પર ઘર્ષણ થાય. સુખ કાંઈ નહીં. ભૂખતરસથી શરીર પીડા પણ થાય. કાંઈ કામ કરવાનું વિસ્મરણ થતાં આ કામ ન કર્યું એમ પરસ્પર સ્મરણ થાય, પ્રમાદ કરતાં એનું કારણ પણ થાય, મધુર કે કર્કશ વચને શિક્ષા દેવાય અને શ્વાસોચ્છવાસ સિવાય બીજું કાંઈ કામ ગુરુને પૂછ્યા વિના થાય નહીં આવું ગચ્છવાસનું કપરાપણું જોઈ કોઈ કહેશે હવે એકલાં જ ધર્મ કરશું... ૧ ક આયાત્તયા ગ આએરયા યિ (આયત્તયા યાને બદલે) ૨ ખ ગુણે. ૩ખ ભૂખતૃષાદિકે કરી નથી. ૪ખ અકાજ, ૫ ગ કાઈ કર્તવ્ય. ૬ ખ ગુરુજણનઈ કાજિ અનઈ. ૭ખ વત્તપણઉં. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ)
૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org