________________
છઈ. તે ખોલઈ લેઈ કોણીરાય જિમવા બેઠી. બેટઈ ભાણામાંહિ મૂત્રિઉં. તે પરહઉં કરી જિમેવા લાગી. કોણીરાય ચિલ્લણા માયઇ કહઈ માત ! દીઠઉ તઈ માહરી બેટા ઊપરિ સ્નેહ ચિલ્લણા માતા રોતી કહઈ. તાહરા બાપહંઈ તૂઝ ઊપરિ એવડઉ સ્નેહ હતી. તાહરી કુહી આંગુલી પિરૂ વહતી આપણાં મુખિ ઘાહિઉ.* શ્રેણિક મહારાય ચીંતવિવું, ન જાણીઇ એ વલી કુણઈ કદર્થના મારિસિઇ. એહ ભણી તાલુપુટ વિસ ખાઈ મૂંઉ. આગઈ આઊખા બાધા ભણી પહિલી નરક પૃથ્વીઇ ગિલ. કોણીરાયહૂઈ પાશ્ચાત્તાપ હૂઉ.પચ્છઈ કોણીરાય હલ્લવિહલ્લ ભાઈનઈ કીધઈ ચેડા મહારાય સિવું મહાયુદ્ધ કરી પાપ ઊપાર્જી છઠી નરકમૃથ્વીઇ ગ્યઉ. ૧૪૯.
મિત્ર મિત્રઈ અનર્થ કરઈ. ઈમ કહઈ છઈ. '
[શાશ્વત સુખ મોક્ષસુખ. તેને વિશે ઉતાવળા પુત્ર કોણિકે રાજા શ્રેણિકનો નાશ કર્યો.
કથા : રાજગૃહ નગરીમાં શ્રેણિક રાજાની ચિલ્લણા રાણીને પુત્ર જન્મ્યો. પાછલા ભવના વૈરસંબંધને લઈને રાણીને ત્યારે પતિનાં આંતરડાં ખાવાનો દોહદ થયો. અભયકુમાર મંત્રીએ કૃત્રિમ આંતરડાં ખવડાવી દોહદ પૂર્ણ કર્યો. રાણીએ જન્મેલા પુત્રને ઉકરડે નંખાવ્યો. ત્યાં તેની આંગળી કૂકડાએ કરડી ખાધી. શ્રેણિક રાજાએ તેને ઘેર પાછો અણાવ્યો. પરુ ઝરતી કોહલી આંગળી પિતાએ મોઢામાં લઈ પુત્રને રડતો અટકાવ્યો.
શ્રેણિક રાજાએ કોણિકને રાજ્ય આપવાની ઈચ્છા કરી. પણ પહેલાં પોતાના હલ્લ-વિહલ્લ બે પુત્રોને હાર, કુંડલ અને સેચનક હાથી આપ્યાં. કોણિકના મનમાં ઈર્ષ્યા થઈ. પિતાને કાષ્ઠપિંજરમાં નાખી રાજ્ય લઈ લીધું. પિતાને રોજ તે પાંચસો ટકા મરાવતો.
આ કોણિકને પુત્ર જન્મ્યો. તેને ખોળામાં લઈ તે જમવા બેઠો. પુત્ર ભાણામાં પેશાબ કર્યો. તે અળગો કરી જમવા લાગ્યો. કોણિક માતા ચિલ્લણાને કહે, “માતા, તે પુત્ર ઉપરનો મારો સ્નેહ જોયો ને ?' ચિલ્લણા રડતાંરડતાં કહે ‘તારા પિતાને તારા ઉપર આટલો જ સ્નેહ હતો. તારી કોહલી પરુ વહેતી આંગળી મોઢામાં નાખી ચૂસી હતી.'
શ્રેણિક મહારાજે વિચાર્યું ન જાણે કોણિક દ્વારા ક્યારે પોતાની હત્યા થઈ
૧ ક પહુઉં ગ પ્રહૂ. ૨ ગ “સ્નેહ પછી કેવડી છઈ પાઠ. ૩ ખ, ગ “કહઈ પછી ઇસિક તાહરઉ સ્નેહ, ખ, ગ ઘાતતઉ. ૫ ખ કોણિરાયનાઈ મનિ. ૬ ખ “હૂઉ પછી કુઠાર લેઈ બાપની અઠલ ભાંજિવા ગ્યઉં. રખવાલે આવતક શ્રેણિકçઈ કહિઉ. ८८
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org