________________
આપિઉં, તે મહંતાનઈ તીણી ઇ જિ અવસરિ પોટિલા ભાયંઇ બેટી જાઈ, તે રાણી) આણી રાયનઈં દેખાડી મહતઈં તે રાયના બેટાઈ કનકધ્વજ નામ દીધઉં, કનકતુ રાજા મૂઆ પૂઠિઇ તે રાજા હૂઉ, તેતલિસુત મુહુતી, તેહનઈ સર્વ રાજ્યની ધણી માન્ય હૂઉ. ૧૪૬.
ભાઈ ભાઈઈ અનર્થ કરઈ, એ વાત કહઈ છઈ.
[કનકકેતુ રાજા રાજ્યતૃષ્ણાને લઈને રખેને પુત્ર મારું રાજ્ય લઈ લેશે એવા ખ્યાલથી પોતાના જે પુત્રો જન્મે તે સર્વનાં અંગોપાંગ છેદી નાખતો.
કથાઃ તેતલિપુર નગરમાં કનકકેતુ રાજા રાજ્યલોભે જે પુત્ર જન્મે એનાં અંગો છેદી અયોગ્ય કરી મૂકતો. તે રાજાની એક પદ્માવતી રાણીએ નવજાત પુત્રને ગુપ્ત રીતે તેતલિસુત મંત્રીને આપ્યો અને તે જ સમયે મંત્રીની પોટિલા પત્નીને જન્મેલી પુત્રીને લાવીને રાજાને દેખાડી. અંતે કનકકેતુના મર્યા પછી તે પુત્ર (કનકધ્વજ રાજા બન્યો.]
વિસયસુહાગવસઓ, ઘોરી ભાયા વિ ભારે હણ,
આહાવિઓ વહત્ય, હ બાહુબલિસ્ટ ભરહવઈ. ૧૪૭ વિસય વિષયસુખનાં રાગનઈ વસિ વાહિલ રાજ્યાદિક સુખ વાંછતઉ' ઘોરો રૌદ્ર થઈ હથિયાર લઈ ભાઈઇ ભાઈઠ્ઠઈ મારઈ, આહાવિઓ. જિમ ભરવવઈ, ભરતેશ્વર ચક્રવર્તિ રાજ્યનઇં લોભિઈ બાહુબલિ ભાઈ પ્રતિ, વહ૦ મારવાનઈ કાજિઈ ચક્ર લેઈ સામઉ ધાયુ. કથા. ધમ્મોમએણહુંતો ઈસઈ ગાથાઈ આગઈ કહી, અનઈ પ્રસિદ્ધ ૧૪૭.
ભાર્તાઈ ભર્તારહૂઈ અનર્થ કરર, ઇમ કહઈ છઈ.
[વિષયસુખના રાગમાં તણાયેલો, રાજ્યાદિ સુખ ઇચ્છતો ભાઈ જ ભાઈને મારે. જેમ ભરતેશ્વર ચક્રવર્તીએ રાજ્યલોભે બાહુબલિને મારવા માટે ચક્ર મોકલ્યું. કથા : આગળ ૨૫મી ગાથામાં કહી છે.]
ભજા વિ ઇંદિયવિવાર ઘેસનડિયા કઈ પછપાવે,
જહ સો પએસિરાયા, સૂરિયકતાઈ તહ વહિઉ. ૧૪૮ ભજા વિ. ભાર્યા કલત્રઈ આપણા ઇંદ્રિયના વિકારનેઈ દોષ નડીયા વિડંબી હૂતી, કરેઈ. પતિ ભર્તાર મારિવાનઉં પાપુ કરઈ. બીજી સ્ત્રીની કહિવઉં કિસિ૬. જહ સોજિમ તે પ્રદેશી રાજા ભત્તર સૂર્યકાંતાં કલત્ર અનેરા સિલું લુબ્ધ હૂતીઇ વિસ દેઈ મારિઉં. એહઈ કથા. ૧ ખ વાંછતી હૂંતઉ. ૨ ખ પાડૂઉં કરઈ (“અનર્થ કરઈ'ને બદલે) ૩ ગ કલત્રઈ' નથી. ૪ ગ ઇંદ્રિયને (ઇંદ્રિયના વિકારનેઇં'ને બદલે) ૫ ક પરિ. ૮૬
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org