________________
વયરી ઊપરિ દ્વેષ ન કરવી એ વાત કહઈ છઈ, હવ સ્નેહ લગઈ સગાઈ ઊપરિ રાગ ન કરવી, એ વાત કહઈ છઈ.
[પૂર્વજન્મમાં એવું કાંઈ કર્મ મેં ન કર્યું જેથી નીચ અને સમર્થ લોકો મને બાંધ-પીડે નહીં. મારો જ દોષ; સતાવનારનો નહીં. કોપ કોના પર કરું ? વ્યર્થ.” ધીર મહાત્મા આવું વિચારી પિડાવા છતાં વિહ્વળ ન બને...
અણુરાણ જઈટ્સ વિ, સિયાયવત્ત પિઆ ધરાવે છે,
તહ વિ અ નંદકુમારો, ન બંધુપાસેહિ પડિબદ્ધો ૧૪૧ અણુરા સ્કંદકુમારહૂઈ જઇમ્સ વિ મહાત્મા થિયા પૂઠિઇ, પિતા બાપ અનુરાગઇ સ્નેહઈ કરી, સિવાયવત્ત. ધવલ છત્ર ધરાવઈ, તહ વિતઊ, એવડઈ, મોહનઈ કારણિ છતઈ હુંતઇ, સ્કંદકુમાર મહાત્મા, ન બંધુ પા. સગાનાં સ્નેહ રૂપિઆ પાસ તેણે બંધાણવું નહીં.
કથાઃ શ્રાવસ્તીનગરી, ઝકનકકેતુ રાયનઉ બેટઉ સ્કંદકુમાર તીણઈ વૈરાગ્યૐ શ્રી વિજયસેનસૂરિ કન્ડઈ દીક્ષા લીધી, બાપ મોહ લગઈ આપણાં પુરુષ પાઠઇં સદૈવ છત્ર ધરાવઈ, પછઈ તે મહાત્મા જિનકલ્પી થઈ કાંતીનગરીશું ગિઉ, તિહાં મહાત્માની બહિન ઘણાં કાલની પરિણી સુનંદા નામિઠ રાણી* છઠે, તેણઈ તે મહાત્મા દીઠ6, સ્નેહ લગઈ વડી વાર સાસ્કુલે જોઈઉં, માહાત્માનઈ મનિ લગારઇ મોહન આવિર્ષ, અજાનતઇ બહિને વીરાઈ ઈર્ષ્યા લગઈ તે મહાત્મા વિણાસાવિલે, તેહ વૃત્તાંત જાણી બહિન ગહિલી થઈ, મંત્રીશ્વરિ ઘણે ઉપકમિ કરી સાજી કીધી, મહાત્મા એવા નિર્મોહ હુઇ, એહિ જિ વાત આશ્રી કહઈ છઈ. ૧૪૧.
પોતે મહાત્મા થયા પછી બાપ અનુરાગથી ધવલ છત્ર ધરાવે છે. આ મોહનું કારણ છતાં ઢંદકુમાર સગાનાં સ્નેહપાશમાં બંધાયા નહીં.
કથા : શ્રાવસ્તીનગરીમાં કનકકેતુ રાજાના પુત્ર સ્કંદકુમારે વિજયસેનસૂરિ પાસે દીક્ષા લીધી. બાપ મોહવશ થઈ હંમેશાં છત્ર ધરાવે છે. મુનિ કાંતીનગરીમાં ગયા. તેમની સુનંદા નામે બહેન જે રાણી હતી તેણે સ્નેહવશ થઈ મુનિની સામે જોયા કર્યું. મહાત્માએ મનમાં લગીરે મોહ ન આણ્યો. અજાણતાં બહેને ભાઈની ઈષ્યને લઈને તે મહાત્માને મરાવ્યા. પછી ખરો વૃત્તાંત જાણી બહેન ગાંડી થઈ. મંત્રીશ્વરે ઉપચાર કરી સાજી કરી. મહાત્મા આવા નિર્મોહી હોય છે.
૧ ખ, ગ પડિબુદ્ધો. ૨ ખ સિયાવત્ત. ૩ ખ પુત્રહ “પુરુષ પાઈ'ને બદલે). ૪ ખ “પછઈ નથી. ૫ અ થિી. ૬ ગ રાયની રાણી
૮૨.
શ્રી સોમસુંદરસૂરિકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org