________________
તેના પાંચ વિભાગ કરી સમજાવવામાં આવ્યા છે.
શરીર : જીવને ક્રિયા કરવાનું સાધન તે શરીર.
૧. ઔદારિક : ઉદાર-શૂલ, સ્થૂલ પુદ્ગલોથી બનેલું, જેનું છેદન – ભેદન અને દહન થઈ શકે તે ઔદારિક. નારક અને દેવ સિવાય સર્વનું શરીર ઔદારિક છે. અભ્યાધિક સપ્તધાતુ સહિત હોય છે.
૨. વૈક્રિય : જે શરીર નાનુંમોટું, એકમાંથી અનેક, અનેકમાંથી એક, પાતળું જાડું વગેરે અનેકવિધ રૂપોને ધારણ કરી શકે.
વૈક્રિય શરીરના બે ભેદ છે : ૧ ભવપ્રત્યય, ૨. ગુણપ્રત્યય. ભવપ્રત્યય : જન્મના કારણથી જ હોય. દેવ અને નારકને. ગુણ પ્રત્યય : કોઈ મનુષ્ય અને તિર્યંચને આત્મિક શક્તિના વિકાસથી એવી લબ્ધિ ઉત્પન્ન થાય છે, તે જ્યારે ઇચ્છા થાય ત્યારે કરી શકે તે ગુણપ્રત્યય. ભવપ્રત્યયમાં વિશિષ્ટતા છે. ઈચ્છા વિના જ ભવધારણથી હોય છે.
૩. આહારક ચૌદપૂર્વધર મુનિ પ્રમત્ત ગુણસ્થાનકે સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનની શંકાનિવારણ માટે એક હાથ પ્રમાણ સૂક્ષ્મ અને દિવ્ય શરીર બનાવીને તે શરીરને તીર્થકરને સમાધાન માટે કે તેમની દ્ધિ જોવા માટે મોકલે તે આહારક શરીર. ચૌદપૂર્વધર સંયતિ મુનિ પણ જેને આ લબ્ધિ હોય તે જ મુનિ આ શરીર બનાવી શકે. આ ક્રિયા પછી તે મુનિને શુદ્ધ અધ્યવસાયનો સંભવ હોવાથી અપ્રમત્ત ભાવ પેદા થાય છે. આહારક લબ્ધિવાળાને વૈક્રિય લબ્ધિનો સંભવ છે પણ આ બંને લબ્ધિનો સાથે પ્રયોગ થઈ શકતો નથી. આ શરીર કૃત્રિમ જાણવા. અત્યંત સૂક્ષ્મ હોવાથી મહાવિદેહ જેવા ક્ષેત્રમાં જતા વ્યાઘાત પામતા નથી.
૪. તૈજસ શરીર : શરીર ધારણ કરનાર જીવને આહારની – ખોરાકની જરૂર રહે છે. એ ગ્રહણ કરેલો ખોરાક પચાવવાનું કામ આ તૈજસ શરીર કરે છે. આપણા જઠરાગ્નિમાં જે ગરમી છે તે, શરીરમાં ગરમી રહે છે તે તૈજસ શરીર છે. મૃત્યુ થતાં આ શરીર ન હોવાથી શરીર ઠંડું પડી જાય છે. અથવા આ શરીર શિથિલ હોય તો પાચનશક્તિ
૭૦ જ તત્ત્વમીમાંસા
નાના નાના
ન કરવા
ના અપમાન નામના નાના નાના કાપવાના નાહવાડવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org