________________
WWWWWWW
ANANAW
-
કલાકાત
મંદ પડે છે. આ શરીર સંસારી જીવ માત્રને હોય છે.
તૈજસ શરીરના બે પ્રકાર છે. ૧. સહજ, ૨. લબ્ધિપ્રત્યય. ઉપર જણાવેલું શરીર સહજ તૈજસ શરીર છે. અને વિશિષ્ટ તપ આદિથી ઉત્પન્ન થાય તે તૈજસ શરીર લબ્ધિ પ્રત્યય છે.
લબ્ધિ પ્રત્યયના બે પ્રકાર છે. ૧. ઉષ્ણ ૨. શીત. તેને તેજલેશ્યા કહેવામાં આવે છે. આવી લબ્ધિયુક્ત જીવ કોઈના પર કોપાયમાન થાય તો તેજોલેશ્યા છોડે ત્યારે તે જીવને મૃત્યુ સમાન હાનિ થાય છે. અને શીત લેગ્યા પ્રાયે હાનિકારક થતી નથી.
૫. કાર્મણ શરીર ઃ આત્મપ્રદેશો સાથે કર્મોના પુદ્ગલોના સમૂહનું ક્ષીરનીરવતુ એકમેક થઈ જવું તેને કર્મણ શરીર કહે છે. જીવ વૈભાવિક (રાગાદિ) દશામાં સમયે સમયે કર્મબંધ કરે છે તે આ કાર્યણશરીર છે.
સંસારી જીવ માત્રને તૈજસ અને કાર્મણ શરીર હોય છે. જીવ અનાદિથી છે. આ કર્મો પણ જીવ સાથે અનાદિથી છે અને ભવાંતરે જતાં આ બે શરીર સાથે રહે છે.
પાંચ શરીરોમાં સૂક્ષ્મતાની વિચારણા परं परं सूक्ष्मम् ૨-૩૮ પરં પરં સૂક્ષ્મમ્ ૨-૩૮
પર પર સૂક્ષ્મદ્ ર-૩૮ આ શરીરમાં પૂર્વના શરીરથી પછીનું શરીર અધિક સૂમ હોય છે. અહીં સ્થૂલનો અર્થ શિથિલ અને સૂક્ષ્મનો અર્થ સઘનતા કરવાનો
સઘનતા એટલે અધિક પુદગલોનું અલ્પ પરિમાણમાં સમાવેશ. જેમ જેમ અધિક પુદગલોનો અધિક પરિમાણમાં સમાવેશ થતો જાય તેમ તેમ ઘનતા વધે.
ઔદારિક આદિ પાંચે શરીરોમાં ઉત્તરોત્તર શરીરની ઘનતા વધતી હોવાથી પૂર્વ કરતા ઉત્તરના શરીર સૂક્ષ્મ બનતા જાય છે.
અધ્યાય : ૨ • સૂત્ર : ૩૮૪ ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org