________________
પૂર્વ શરી૨જન્યનો વેગ મળે છે. તેથી તીરની જેમ સીધો પહોંચે છે. ૠજુ (સરળ) વક્રગતિ-વળાંકવાળી પૂર્વ શરીરજન્યનો વેગ વળાંક આવતાં મંદ પડે છે. ત્યારે જે સૂક્ષ્મ કાર્યણ કાયયોગ સાથે હોય છે તેનાથી તે વળાંક લે છે. ઉત્પત્તિ સ્થાનની દિશા પ્રમાણે એક, બે, ત્રણ કે કોઈવાર અર વળાંક લે છે. સમયની સંખ્યાની વૃદ્ધિનો આધાર વળાંકની સંખ્યા પર અવલંબિત છે. એક વળાંક હોય તો કાલમાન બે સમયનું છે. હોય છે તેમનો આગળ ક્રમ સમજવો.
૨-૩૦
एकसमयोऽविग्रह એકસમયોડવિગ્રહ: એક સમયઃ અવિગ્રહ:
૨-૩૦
૨-૩૦
અવિગ્રહ - સરળ ગતિનો કાળ એક સમયનો છે.
· જીવ ઉત્પન્ન થવાને સ્થાને એક સમયમાં પહોંચે તો તે અવિગ્રહ ગતિથી જાય છે. એકથી વધુ સમયો લાગે તો પણ પ્રથમ સમયમાં અવિગ્રહ ગતિ હોય છે. જીવની સ્વાભાવિક ગતિ સરળ છે, ૠજુગતિથી જન્માંતરે જતા જીવને શરીર ત્યાગતી વેળાએ નવીન આયુષ્ય અને ગતિનામકર્મનો ઉદય થઈ જાય છે. અને વક્રગતિવાળા જીવને પ્રથમ વળાંકે નવીન આયુ ગતિ, તથા આનુપૂર્વી નામકર્મનો યથા સંભવ ઉદય થાય છે. તે જેમ બળદને નાથ પકડીને યોગ્ય સ્થાને લઈ જાય તેમ જીવને ઉત્પત્તિસ્થાને લઈ જાય છે.
બીજા સમયથી વળાંકનો પ્રારંભ થાય છે તેથી બીજા સમયો વિગ્રહગતિવાળા હોય છે.
एकं द्वौ वा ऽ नाहारकः
એક ઢૌ વાડનાહારકઃ
૨-૩૧
૨-૩૧
એક ઢૌ વા અનાહારકઃ
૨-૩૧
પરભવ જતાં અંતરાલગતિમાં જીવ એક કે બે સમય અનાહારક
હોય છે આહાર લેતો નથી.
Jain Education International
અધ્યાય : ૨ • સૂત્ર : ૩૦-૩૧ ૪ ૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org