________________
श्रुतमनिन्द्रियस्य શ્રુતમ્-અનિન્દ્રિયસ્ય શ્રુતમ્-અનિન્દ્રિયસ્ય
મન અર્નિંદ્રિય છે, તેનો વિષય શ્રુત છે.
૨-૨૨
૨-૨૨
૨-૨૨
મન એ પણ ઇન્દ્રિય છે, તે જ્ઞાનનું આંતરિક સાધન છે. તેને અંતઃકરણ પણ કહે છે, બાહ્ય ઇન્દ્રિયોની જેમ વિષય ગ્રહણ કરવાની મનની મર્યાદા નથી. ઇન્દ્રિયો રૂપી પદાર્થને ગ્રહણ કરે છે, મન રૂપી અને અરૂપી બંને પદાર્થોને ગ્રહણ કરે છે.
મનનું કાર્ય ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલા કે ન કરેલા પદાર્થોનું પોતાની યોગ્યતા પ્રમાણે વિચાર કરવાનું છે. આ વિચાર એ શ્રુત હોવાથી મનનો વિષય શ્રુત છે. જોકે મનોજન્ય જ્ઞાનવ્યાપારમાં પ્રથમ અલ્પ અંશ મતિજ્ઞાન છે, પણ અધિક અંશ શ્રુતજ્ઞાન છે. મતિજ્ઞાન દ્વારા વિષય ગ્રહણ થયા પછી વિચારશક્તિનું કાર્ય શ્રુતજ્ઞાન દ્વારા થાય છે, તેથી શ્રુતમાં પણ ભાવદ્યુતની વિશેષતા છે. પદાર્થની વિશેષતાને ગ્રહણ કરવાવાળું જ્ઞાન ભાવશ્રુત છે.
અનિન્દ્રિય ઃ ઇન્દ્રિયો જેવું, જ્ઞાનવ્યાપારનું સાધન. મનનું સ્થાન અન્ય ઇંદ્રિયોની જેમ નિયત નથી પણ શરીરવ્યાપી છે.
ઇન્દ્રિયોના સ્વામી
वाय्यन्तानामेकम्
૨-૨૩
૨-૨૩
વાય્યન્તામેકમ્ વાયુ-અન્નાનામ્-એકમ્ ૨૦૨૩
વાયુ સુધીના જીવોને એક ઇન્દ્રિય હોય છે.
પૃથ્વી, પાણી, વનસ્પતિ, અગ્નિ અને વાયુકાય આ પાંચ પ્રકારના જીવોને ફક્ત સ્પર્શેન્દ્રિય હોય છે, તે એકેન્દ્રિય કહેવાય છે.
Jain Education International
૬૦ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org