________________
w
Wwwwwwwww
ઉપકરણરૂપ ઇન્દ્રિય ન હોય તો પ્રાણી જોઈ કે સાંભળી શકતો નથી.
स्पर्शन-रस-घ्राण-चक्षुः - श्रोत्राणि સ્પર્શન-રસ-ધ્રાણ-ચક્ષ-શ્રોત્રાણિ ૨-૨૦
સ્પર્શન-રસ-ધ્રાણ-ચક્ષુ-શ્રોત્રાણિ ર-૨૦ સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ, ક્ષોત્ર એ ઈન્દ્રિયોનાં નામ છે.
સંસાર જીવો ઇન્દ્રિયો દ્વારા ઓળખાય છે, જેમકે એકેન્દ્રિય બે ઇન્દ્રિયવાળા જીવો વગેરે. શરીરની રચના પ્રમાણે ઇન્દ્રિયોનો વિકાસક્રમ હોય છે. स्पर्श-रस-गंध-वर्ण-शब्दास्तेषामर्थाः
૨-૨૧ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દાસ્તષામર્થી
ર-૨૧ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દાઃ તેષા-અર્થી ૨-૨
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ (રૂપ) શબ્દ આ પાંચ ઇન્દ્રિયોના ક્રમશઃ વિષયો છે.
આ પાંચે ઈન્દ્રિયોના વિષયો રૂપી છે તેથી તે ઇન્દ્રિયો દ્વારા જણાય છે, પરંતુ દરેક ઇન્દ્રિયોના વિષયો ભિન્ન છે, જે ઇન્દ્રિયોનો જે વિષય હોય તેને જ ગ્રહણ કરે. શબ્દ રૂપને ગ્રહણ ન કરે, પણ એક જ પદાર્થની પાંચ ઇન્દ્રિયો ભિન્ન અવસ્થાને જાણે છે.
જેમકે શ્રીખંડ સ્પર્શથી ઠંડો-ગરમ જણાય છે, રસનાથી મધુર જણાય છે, ધ્રાણ દ્વારા સુગંધ જણાય છે. આંખથી તે સફેદ કે પીળો છે તે જણાય છે. કાન દ્વારા પદાર્થનો અવાજ જણાય છે. દ્રવ્યમાં આ પાંચે અવસ્થાઓ દરેક ભાગમાં સાથે રહે છે. પરંતુ ઇન્દ્રિયો પોતાના ગ્રાહ્ય વિષય સિવાય બીજા વિષયને ગ્રહણ કરતી નથી.
દરેક પદાર્થમાં સ્પર્ધાદિ પાંચે પર્યાયો હોય છે, પણ તેમાં ગૌણ મુખ્યતા હોય છે. મુખ્યતા હોય તે વિશેષપણે જણાય છે.
wwwwwwwwwwwwwwww
રાજજી
અધ્યાય : ૨ • સૂત્ર : ૨૦-૨૧ જ ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org