________________
છે તે ઉપયોગ છે.
ઇંદ્રિયો દ્વારા ગ્રહણ થતા વિષયોનો બોધ થવામાં ઉપયોગ મુખ્ય છે. આથી જીવચૈતન્ય માત્ર ઉપયોગ લક્ષણસહિત જ હોય છે.
सद्विधोऽष्टचतुर्भेदः
૨૯
૨-૯
સ દ્વિવિધોડષ્ટચતુર્ભેદઃ
સઃ દ્વિવિધઃ અષ્ટચતુર્ભેદ (અષ્ટ-ચતુઃભેદઃ)
૨-૯
ઉપયોગના મુખ્ય બે ભેદ છે. ૧. સાકાર ઉપયોગ, ૨. નિરાકાર
ઉપયોગ.
૧. સાકાર ઉપયોગ એટલે વસ્તુને સ્પષ્ટ અને વિશેષપણે જાણે. જેમ સૂર્યના પ્રકાશમાં વસ્તુ સ્પષ્ટ જણાય. તેના આઠ ભેદ છે :
૧. મતિજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪. મન:પર્યવજ્ઞાન ૫. કેવળજ્ઞાન, ૬. મતિઅજ્ઞાન, ૭. શ્રુત અજ્ઞાન, ૮. વિભંગજ્ઞાન (મન:પર્યવ જ્ઞાન અને કેવળજ્ઞાન જ્ઞાનરૂપ જ છે.)
૨. નિરાકાર ઉપયોગ ઃ વસ્તુને સામાન્યપણે જાણે. ચંદ્રના પ્રકાશમાં વસ્તુ અસ્પષ્ટ જણાય તેમ. વળી આ ઉપયોગમાં કંઈ વિશેષ વિચારણા કે વિકલ્પ નથી. તેના ચાર ભેદ છે.
મનઃપર્યવજ્ઞાન સ્પષ્ટ ઉપયોગવાળું હોવાથી તેમાં સામાન્ય બોધ ન હોવાથી તેનો દર્શન ઉપયોગ નથી.
જગતના જ્ઞેય જાણવા જણાવા યોગ્ય પદાર્થોમાં સામાન્ય વિશેષ બે ધર્મો હોવાથી ઉપયોગ પણ સામાન્ય અને વિશેષ બોધરૂપે પરિણમે છે, તેથી કેવળજ્ઞાન પૂર્ણજ્ઞાન હોવા છતાં કેવળદર્શન સામાન્ય બોધરૂપે નિરાકાર મનાય છે. સામાન્ય દર્શન ઉપયોગના ચાર ભેદ.
૧. ચક્ષુદર્શન : ચક્ષુ દ્વારા ગ્રહણ થતા વિષયનો સામાન્ય બોધ. ૨. અચક્ષુદર્શન : ચક્ષુ સિવાયના કાન આદિથી ગ્રહણ થતા વિષયનો સામાન્ય બોધ.
૩. અવધિદર્શન : ઇન્દ્રિયોની સહાય વગર સીધો જ દર્શન
અધ્યાય : ૨ • સૂત્ર : ૯ ૪ ૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org